પોરબંદર : પાકિસ્તાન મરીનના આતંકનો વીડિયો આવ્યો સામે, IMBL નજીક ભારતીય બોટોના અપહરણની પેરવી

પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા વારંવાર પાકિસ્તાની માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. ભારતની જ જળસીમામાં માછીમારી કરતા હોવા છતા પાકિસ્તાન દ્વારા આવી હરકતો કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 5:28 PM

Porbandar : ભારતીય જળ સીમા નજીક પાક મરીનનો (Pakistan Marines) આતંકનો એક વીડિયો (Video)સામે આવ્યો છે. બે દિવસ પહેલાની ઘટનાનો વીડિયો રેકોર્ડ હોવાનું કહેવાય છે. જેમાં માંગરોળ, કોડીનાર, ઓખા અને પોરબંદરની બોટના અપહરણ કરવાની પેરવી થઇ રહ્યાં હોવાનું વીડિયોમાં ફલિત થઇ રહ્યું છે. આ વીડિયોમાં પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ ગુજરાતની ફિશિંગ બોટનો કેવી રીતે પીછો કર્યો. પાકિસ્તાન મરીન દ્વારા પીછો કરવામાં આવતા ભારતીય માછીમારોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઉપરાંત આઈએમબીએલ નજીક ફિશિંગ કરતી બોટોને પકડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેના પગલે ભારતીય માછીમારો ફિશિંગ છોડીને ભાગ્યા હતા.

પાકિસ્તાન મરીનની નાપાક હરકત

નોંધનીય છેકે પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા વારંવાર પાકિસ્તાની માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. ભારતની જ જળસીમામાં માછીમારી કરતા હોવા છતા પાકિસ્તાન દ્વારા આવી હરકતો કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ કેટલીક બોટો ભારતીય જળસીમામાં માછીમારી કરી રહી હતી ત્યારે અચાનક પાકિસ્તાન મરીન સિક્યુરિટીની પેટ્રોલિંગ શિપ ત્યાં ધસી આવી હતી અને બંદૂકની અણીએ પાંચ બોટ અને 30 માછીમારોનું અપહરણ કર્યું હતું.

IMBL નજીક માછીમારી કરતી વખતે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા પોરબંદર, માંગરોળ અને વણાકબારાની આ 5 બોટ (Fishing Boat)નું અપહરણ કરાયુ હોવાની માહિતી છે. અપહરણ કરાયેલા આ માછીમારોને પાકિસ્તાનના કરાચી લઈ જવાયા હોવાની માહિતી છે.

આ પણ વાંચો : કોણે કહ્યું કે મહિલાઓ શહેરનો સારો વહિવટ ન કરી શકે, મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખે એક વર્ષમાં લોકોનો ખ્યાલ બદલી નાખ્યો

આ પણ વાંચો : Rajkot માં કમિશનકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કર્યા આ આક્ષેપો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">