ગુજરાતમાં કોરોનાના નવા 1646 કેસ નોંધાયા, 20 લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાતમાં 12 ફેબ્રુઆરીના રોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1646 કેસ નોંધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 20 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં(Gujarat) 12 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona) કેસમાં ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1646 કેસ નોંધાયા છે. જયારે છેલ્લા 24 કલાકમાં 20 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 38 દિવસ બાદ સતત બીજા દિવસે 2 હજારથી ઓછા કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 સૌથી વધુ અમદાવાદ(Ahmedabad) શહેર-જિલ્લામાં કોરોનાના 560 નવા કેસ નોંધાયા અને 5 લોકોનાં મૃત્યુ થયા છે.તો વડોદરા શહેર-જિલ્લામાં 371 નવા દર્દી મળ્યા.જ્યારે ચાર લોકોના નિધન થયા છે.સુરત શહેર-જિલ્લામાં પણ 116 પોઝિટિવ કેસ નોંધાયા અને ત્રણ દર્દીએ દમ તોડ્યો છે. રાજકોટ શહેર-જિલ્લામાં 95 નવા કેસ સામે આવ્યા છે. જો કે, રાહતની વાત એ છે રાજકોટમાં કોઈ દર્દીનું મોત થયું નથી.તો ભાવનગરમાં માત્ર 17 કેસ નોંધાયા છે પરંતુ બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તો ભરૂચમાં પણ માત્ર 14 કેસ સામે 2 દર્દીના નિધન થયા છે.
રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાથી 20 દર્દીનાં મોત થયા છે.આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10,795 પર પહોંચી ગયો છે.તો પાછલા 24 કલાકમાં 3955 દર્દી સાજા થયા છે.અત્યાર સુધીમાં 11.83 લાખથી વધુ લોકો કોરોના મુક્ત થયા છે.આ સાથે રિકવરી રેટ વધીને 97.80 ટકા થઈ ગયો છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15 હજાર 972 એક્ટિવ કેસ છે.જેમાંથી 103 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 15 હજાર 869 દર્દીની હાલત સ્થિર છે.
આ પણ વાંચો : ગુજરાતમાં નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું: SBIએ લગાવ્યો રૂ. 22842 કરોડની છેતરપિંડીનો આરોપ
આ પણ વાંચો : પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ