ગુજરાતમાં નીરવ મોદી કરતાં પણ મોટું કૌભાંડ સામે આવ્યું: SBIએ લગાવ્યો રૂ. 22842 કરોડની છેતરપિંડીનો આરોપ

સુરતની ABG શિપયાર્ડ અને ABG ઈન્ટરનેશનલ કંપનીના ચેયરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત ગેરંટર સંથાનમ મુથસ્વામી, એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અશ્વિની કુમાર, ડાયરેક્ટર સુશિલકુમાર અગ્રવાલ સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 7:31 PM

સુરતની ABG કંપનીના ડાયરેક્ટર-ચેયરમેન પર 22842 કરોડનો ચૂનો ચોપડ્યો હોવાનો આરોપ

ગુજરાતમાં નીરવ મોદી (Nirav Modi) દ્વારા કરવામાં આવેલાં બેંક કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં  SBIએ રૂ. 22842 કરોડની બેંકિંગ છેતરપિંડી (banking fraud) ની ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં SBI અને ICICI સહિત કુલ 28 બેંકોને ચૂનો ચોપડ્યો હોવાનું એફઆઈઆરમાં જણાવાયું છે.

SBIના ડીજીએમ બાલાજી સિંહ સામંથાએ સીબીઆઈમાં FIR દાખલ કરી છે જેમાં સુરત (Surat) ના ડુમસની ABG શિપયાર્ડ અને ABG ઈન્ટરનેશનલ કંપનીના ચેયરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત ગેરંટર સંથાનમ મુથસ્વામી, એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અશ્વિની કુમાર, ડાયરેક્ટર સુશિલકુમાર અગ્રવાલ સહિત અન્ય લોકો પર છેતરપિંડી અને ધોખાધડી સહિતની કમલો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ બંને કંપનીઓના અધિકારીઓએ SBI અને ICICI સહિત અન્ય બેંકોને 22842 કરોડને ચૂનો લગાવ્યો છે.

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)માં એબીજી શિપયાર્ડ અને તેના ડિરેક્ટરો સામે 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી માટે FIR દાખલ કરાઈ છે. આ AGB કંપની જહાજ બનાવવા અને શિપના સમારકામનું કામ કરે છે. તેના શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સુરતમાં આવેલાં છે. આ કંપનીના કુલ 8 લોકો સામે FIR દાખલ કરાઈ છે. આ કોંભાંડ એપ્રિલ 2012 થી જુલાઈ 2012 સુધીમાં થયું હોવાનું FIRમાં જણાવાયું છે.

FIRમાં જણાવ્યા પ્રમાણે આ કંપનીએ તમામ નિયમો કાયદાઓભંગ કરીને બેંકોના જૂથને ચૂનો લગાવ્યો છે. બેંકોની સાથે-સાથે LICને પણ 136 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. એસબીઆઈને 2468 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નોંધનીય છે કે બેંકોમાંથી ફ્રોડ કરીને આ પૈસા વિદેશમાં મોકલી ત્યાં મિલકત ખરીદી છે.

આ પણ વાંચોઃ પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ

આ પણ વાંચોઃ સુરતમાં પણ પોલીસ સામે આક્ષેપ, 10 કરોડ રૂપિયા માગ્યા હોવાની બિલ્ડરની ફરિયાદ

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">