રાજયમાં સતત 10માં દિવસે કોરોનાનો આંક 1 હજારની નીચે, પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા

|

Nov 03, 2020 | 9:33 PM

રાજ્યમાં સતત દસમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા. તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 75 હજાર 633ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,734 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં […]

રાજયમાં સતત 10માં દિવસે કોરોનાનો આંક 1 હજારની નીચે, પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા

Follow us on

રાજ્યમાં સતત દસમા દિવસે કોરોનાનો આંક એક હજારની નીચે જોવા મળ્યો. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 954 પોઝિટિવ કેસ નોંધાયા. તો 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 75 હજાર 633ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,734 પર પહોંચ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 52 હજાર 739 લોકોના ટેસ્ટ કરાયા. જ્યારે 1,197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 59 હજાર 448 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો હજુ પણ 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 198 પોઝિટિવ કેસ સાથે 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે અમદાવાદમાં 2 દર્દીઓના મોત સાથે 166 પોઝિટિવ કેસ નોંધાયા. તો મહેસાણામાં 39 કેસ સાથે એક દર્દીનું મોત થયું. જ્યારે વડોદરામાં 108 અને રાજકોટમાં 64 પોઝિટિવ કેસ નોંધાયા.

તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ આંકમાં અંશતઃ ઘટાડો જોવા મળ્યો. અમદાવાદ શહેર જિલ્લામાં પાછલા 24 કલાકમાં વધુ 166 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં 154 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 150 દર્દીઓ સાજા થયા. તો અમદાવાદ જિલ્લામાં 12 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 18 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article