CM Rupani એ વિશ્વ આદિવાસી દિને આદિવાસી વિસ્તારોમાં રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસ કામોની ભેટ આપી

|

Aug 09, 2021 | 2:42 PM

.મુખ્યંત્રીએ સોમવારે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ,લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા.

CM Rupani એ વિશ્વ આદિવાસી દિને આદિવાસી વિસ્તારોમાં રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસ કામોની ભેટ આપી
Gujarat CM Rupani presents 6 development works worth Rs 1,200 crore in tribal areas on World Tribal Day

Follow us on

ગુજરાત(Gujarat) ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)  અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે.મુખ્યંત્રીએ સોમવારે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ,લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે સમાજના દરેક વર્ગ,દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.તેમણે ઉમેર્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસનો પાયો મજબૂત કરી દેશમાં વિકાસની રાજનીતિની શરૂઆત કરાવી છે.

તેમણે કહ્યું કે અમારી સરકારે આદિવાસી બાંધવોને ખોટા વાયદા વચનો નહી, પરંતુ વનબંધુ કલ્યાણ જેવી મહત્વાકાંક્ષી યોજનાના નક્કર અમલીકરણ દ્વારા આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વિજય રૂપાણીએ જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ.૯૦ હજાર કરોડના વિકાસકામો શરૂ કરાવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રૂ.૬૦ હજાર કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે.
તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે, વનબંધુ કલ્યાણ યોજના ફેઝ -૨ માં આગામી પાંચ વર્ષમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ.એક લાખ કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજપીપલા નજીક જીતનગર ખાતે અંદાજે રૂ.૩૪૧ કરોડના ખર્ચે ૩૯ એકર વિસ્તારમાં નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કરવા સાથે રૂ. ૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ૧૯૯ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ.૧૨૨૨ કરોડના ૯૦ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.

મુખ્ય મંત્રીએ હળપતિ તથા વ્યક્તિગત આવાસ યોજના, ધિરાણ યોજના , માનવ ગરિમા યોજના, વન ધન વિકાસ યોજના , કૃષિ કિટ વિતરણ યોજના,વન અધિકાર અધિનિયમ તથા સિકલસેલ અને ટી.બી.ના દર્દીઓને તબીબી સહાય યોજના મળીને કુલ ૨૩,૦૦૦ થી પણ વધુ લાભાર્થીઓને રૂ. ૮૫ કરોડ થતા આદિજાતિના અંદાજિત પાંચ લાખ વિદ્યાર્થીઓને પ્રિ – મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂ .૮૦ કરોડના લાભોનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વની પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારના પાંચ વર્ષની પૂર્ણતા પ્રસંગે નવમી ઓગસ્ટ – વિશ્વ આદિવાસી દિવસે મુખ્યમંત્રીએ આદિજાતિઓના વિકાસલક્ષી વિવિધ યોજનાઓનો બહુધા આદિવાસી ક્ષેત્ર એવા રાજપીપલાથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્ય મંત્રીએ જણાવ્યું કે વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને જંગલની જમીન આપવાના ૧૪ હજાર દાવાઓ મંજૂર કરી ૪૬ હજાર હેક્ટર જમીનના હક્કો આદિવાસીઓને આપ્યા છે. આદિવાસી યુવાનો ડોક્ટર બને તે માટે રાજયના આદિવાસી વિસ્તારોમાં પાંચ મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

રાજય સરકારે આદિવાસી વિસ્તારોમાં કરેલ આદિવાસી કલ્યાણના વિવિધ વિકાસ કામોની મુખ્ય મંત્રીએ વિસ્તૃત રૂપરેખા આપી હતી.

Published On - 2:38 pm, Mon, 9 August 21

Next Article