AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના IPS બેડા માટે સારા સમાચાર, પ્રવિણ સિન્હા બન્યા ઈન્ટરપોલના ડેલિગેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 10:59 PM
Share

CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિંહાને આજે ઈન્ટરપોલની એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયા માટેના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ગુજરાતના IPS બેડા માટે સારા સમાચાર સામે આવ્યા છે. પ્રવિણ સિન્હા (Praveen Sinha) ઈન્ટરપોલના ડેલિગેટ (Interpol Executive Delegate)બન્યા છે. પ્રવિણ સિન્હા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર છે. ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ આ ઘટના બની છે. ઈન્ટરપોલના ડેલિગેટ તરીકે 3 વર્ષ સુધી કાર્યરત રહેશે. પ્રવિણ સિન્હા ગુજરાતની 1987 બેચના IPS છે. તુર્કીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

 

 

CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિંહાને આજે ઈન્ટરપોલની એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયા માટેના પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે ભારત તરફથી ઉમેદવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક અઘરી ચૂંટણી હતી કારણ કે બે પદ માટે ભારત ચાર અન્ય સ્પર્ધકો ચીન, સિંગાપોર, કોરિયા અને જોર્ડન સામે ટકરાતુ હતુ. ઈસ્તાંબુલ (તુર્કી)માં ચાલી રહેલી 89મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલી દરમિયાન ચૂંટણી યોજાઈ હતી.

 

1987 બેચના ગુજરાતકેડરના IPS અધિકારી સિન્હાએ 2000 અને 2021ની વચ્ચે બે ટર્મમાં પોલીસ અધિક્ષક, નાયબ મહાનિરીક્ષક, સંયુક્ત નિયામક અને અધિક નિયામક તરીકે એજન્સીમાં કામ કર્યુ છે. તેમણે 2015-18 દરમિયાન દેશના ભ્રષ્ટાચાર વિરોધી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે પણ સેવા આપી છે. સિંહાએ રાજ્યમાં એએસપીથી લઈને એડિશનલ ડીજી સુધીના વિવિધ પદો પર કામ કર્યું છે. તેમણે 1996માં અમદાવાદના એસીબીમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

 

 

પ્રવીણ સિંહા વિવિધ સર્વોચ્ચ અદાલતો/ઉચ્ચ અદાલતો દ્વારા સોંપવામાં આવેલ કૌભાંડોની તપાસ સાથે સંકળાયેલા છે, જેમાં મોટી બેંક છેતરપિંડી અને નાણાકીય ગુનાઓ, સિરિયલ બોમ્બ વિસ્ફોટ વગેરેનો સમાવેશ થાય છે. સિન્હાએ CAT અને AIPMT પેપર લીકેજને ઉજાગર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

આ પણ વાંચો: શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસની મહત્વની બેઠક, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું MSP, મોંઘવારી સહિત ઘણા મુદ્દા પર કેન્દ્રને ઘેરવાની યોજના

g clip-path="url(#clip0_868_265)">