Gujarat Budget Breaking News: સુજલામ સુફલામથી લઈને નમો એક્સપ્રેસ-વે સુધી, વિકાસના કામો માટે ખજાનો ખૂલ્યો

ગુજરાત સરકારે તેના તાજેતરના બજેટમાં રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા અને યુવાશક્તિને વધુ સજ્જ કરવા માટે ઘણા મહત્વના પગલાંની જાહેરાત કરી છે.

Gujarat Budget Breaking News: સુજલામ સુફલામથી લઈને નમો એક્સપ્રેસ-વે સુધી, વિકાસના કામો માટે ખજાનો ખૂલ્યો
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:20 PM

ગુજરાત સરકારે તેના તાજેતરના બજેટમાં રાજ્યના આર્થિક વિકાસને વેગ આપવા અને યુવાશક્તિને વધુ સજ્જ કરવા માટે ઘણા મહત્વના પગલાંની જાહેરાત કરી છે. આ બજેટમાં મુખ્યત્વે ઔદ્યોગિક વિકાસ, નિકાસને પ્રોત્સાહન અને કૌશલ્ય વર્ધન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ ની પણ થઈ જાહેરાત

ગુજરાત બજેટ 2026-27માં રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દાહોદ, ઝાલોદ, ગરબાડા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં નવી GIDC સ્થાપીને ઔદ્યોગિક માળખાને મજબૂત કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપના કરવામાં આવશે અને યુવાનોના કૌશલ્ય વર્ધન માટે 6 ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મોટા CNG પ્લાન્ટ સ્થાપવામાં આવશે

આજના બજેટમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ₹1200 કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ કેનાલ રિપેરીંગ અને ₹1333 કરોડના ખર્ચે કચ્છમાં નવી વોટર પાઇપલાઇન નાખીને છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો છે.

આ સાથે જ, પશુપાલકોની આવક વધારવા માટે રાજ્યમાં 4 નવા મોટા CNG પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત થઈ છે, જે છાણમાંથી ગેસ બનાવી ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આમ, આ ‘બજેટ’ ગુજરાત અને આત્મનિર્ભર ખેડૂતની દિશામાં એક મજબૂત કદમ છે.

ગુજરાત ‘ગ્લોબલ હબ’ બનવા તૈયાર

વધુમાં ગુજરાત બજેટમાં રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આમાં વિકસિત ગુજરાત ફંડ માટે ₹10,000 કરોડ અને નમો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ માટે ₹3,000 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ધોલેરા SIR માં એરપોર્ટ અને લોજિસ્ટિક્સ જેવી આધુનિક સુવિધાઓ માટે ₹610 કરોડ, કડાણામાં ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને પશુપાલકોની આવક વધારવા માટે 4 ઝોનમાં CNG પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ બજેટ સાચા અર્થમાં ગુજરાતને ગ્લોબલ હબ બનાવવા તરફનું મજબૂત ડગલું છે.

આ પણ વાંચો: Breaking News : બજેટમાં ‘GYAN’ નો મંત્ર! ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને સશક્ત બનાવવા સરકારનો મોટો રોડમેપ

Published On - 2:02 pm, Wed, 18 February 26