Gujarat Budget 2026 : તમને અસર કરતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાત, જુઓ વીડિયો

નાણાકીય વર્ષ 2026-27 માટે રૂપિયા 4,08,053 કરોડના અંદાજ પત્રમાં કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રૂપિયા 974 કરોડની પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં કોમનવેલ્થ ગેમ્સનાં યજમાન અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી કરાઈ છે.

Gujarat Budget 2026 : તમને અસર કરતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાત, જુઓ વીડિયો
| Edited By: | Updated on: Feb 18, 2026 | 7:20 PM

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ, આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ અંદાજપત્ર રજૂ કર્યું. 4,08,053 કરોડના અંદાજ પત્રમાં કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રૂપિયા 974 કરોડની પૂરાંતવાળુ બજેટ નાણાપ્રધાને રજૂ કર્યું હતું. આ બજેટમાં કોમનવેલ્થ ગેમ્સનાં યજમાન અમદાવાદમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી કરાઈ છે. બજેટના કુલ ખર્ચના 65 ટકા માત્ર વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે.

ક્લાઇમેટ ચેન્‍જ વિભાગ માટે કુલ ₹429 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹4842 કરોડ, માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹452 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કાયદા વિભાગ માટે કુલ ₹2702 કરોડ, ગૃહ વિભાગ માટે કુલ ₹14265 કરોડ, મહેસૂલ વિભાગ માટે કુલ ₹5552 કરોડની ફાળવણી કરાઈ છે. સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹2910 કરોડની જોગવાઇ કરાઈ છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹24022 કરોડની જોગવાઇ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹2634 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹4314 કરોડ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹25960 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી જળસંપત્તિ પ્રભાગ માટે ₹13944 કરોડ, પાણી પુરવઠા પ્રભાગ માટે ₹ 6984 કરોડની જોગવાઇ છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹ 14858 કરોડની જોગવાઇ કરાઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹ 33504 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹ 29709 કરોડની ફાળવણી અંદાજપત્રમાં કરવામાં આવી છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹ 2006 કરોડની જોગવાઇ કરાઈ છે. જે પૈકી રમતગમત ક્ષેત્રે ₹1331 કરોડની જોગવાઇ, પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹ 226 કરોડ, ગ્રંથાલયો માટે ₹182 કરોડ જોગવાઇ કરાઈ છે.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ કરાઈ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹ 7690 કરોડની ફાળવણી કરાઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹ 2902 કરોડ, શિક્ષણ વિભાગ માટે કુલ ₹63184 કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹5425 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ 7086 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2026-2027 : EV ચાર્જિગનો વ્યાપ વધારવા, સૌરઊર્જા, કિસાન સૂર્યોદય યોજનામાં નવું શું, જાણો