
Gujarat Board 12th Result 2024 : સામાન્ય રીતે આપણા ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું રિઝલ્ટ એપ્રિલ મહિનાના અંતમાં અથવા તો મે મહિનાની શરુઆતમાં જાહેર કરવામાં આવે છે. જો કે આ વર્ષે લોકસભા ચૂંટણીનું મતદાન હોવાના કારણે શિક્ષણ બોર્ડે રિઝલ્ટ થોડું વહેલું જાહેર કર્યું છે. આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંસર શીટ ચેક કરવાનું કામ પણ વહેલું પૂરું કરવામાં આવ્યું છે. આજે ધોરણ 12ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ સવારે 09 વાગ્યે જાહેર થવાનું છે. રિઝલ્ટની અપડેટ જાણવા માટે અમારા TV 9 ગુજરાતીના ડિઝિટલ પ્લેટફોર્મ પર જોડાઈ રહો અને આ પેજને રિફ્રેશ કરતા રહો.
ગુજરાત બોર્ડ 12મા સમાનાન્ય પ્રવાહમાં પાસ થવાની ટકાવારીમાં છોકરીઓ અવ્વલ રહી છે. તેમની ટકાવારી 94.36 ટકા જોવા મળી રહી છે. જ્યારે છોકરાઓની ટકાવારી 89.45 % રહી છે.
તમને જણાવી દઈએ કે આ વખતે ગુજરાત બોર્ડ 12મા વિજ્ઞાન પ્રવાહમાં છોકરાઓની પાસ થવાની ટકાવારી 83.53% વધારે જોવા મળી છે. જ્યારે છોકરીઓની પાસ થવાની ટકાવારી 82.35 ટકા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડ પ્રમાણે પરિણામ
વર્ષ : 2024
A ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 90.11 %
B ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 78.34 %
AB ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 68.42 %
વર્ષ : 2023
A ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 72.27 %
B ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 61.71 %
AB ગૃપના વિદ્યાર્થીનું પરિણામ : 58.52 %
વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર : કુંભારિયા 97.97 ટકા
ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર : બોડેલી 47. 98 ટકા
વધારે પરિણામ ધરાવતો જિલ્લો : મોરબી 92.80 ટકા
ઓછું પરિણામ ધરાવતો જિલ્લો : છોટા ઉદેપુર 51.36 ટકા
12 સામાન્ય પ્રવાહમાં……..
ધોરણ 12ના રિઝલ્ટ વચ્ચે નવા ન્યૂઝ આવી રહ્યા છે કે ધોરણ 10નું રિઝલ્ટ આવતી 11 તારીખે એટલે કે શનિવારના રોજ જાહેર થશે.
વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર 2023માં ધાંગધ્રા 95.85 ટકાએ રહ્યું હતું તેમજ આ વખતે 2324 છાલા 99.61 ટકાએ મોખરે રહ્યું છે. ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ખાવડા 51.11 ટકા રહ્યું છે. વધારે પરિણામ ધરાવતો જિલ્લો બોટાદ 96.40 ટકાએ આગળ રહ્યો છે. જ્યારે જૂનાગઢમાં 84.81 ટકા એ છેલ્લે રહ્યો છે.
આ પરીક્ષા 3,79,759 વિદ્યાર્થીઓ નોધાયા હતા. જેમાંથી પૈકી 3,78,268 ઉપસ્થિત રહ્યા હતા. તેમાથી 3,47,738 પાસ થયેલા છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 % ટકા આવેલ છે.
ગુજરાત બોર્ડનું પરિણામ વોટ્સએપ પર પણ જોઈ શકાશે. નીચેના સ્ટેપને અનુસરો
ગુજરાત બોર્ડે આખરે ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર ગુજરાત ધોરણ 12મા વિજ્ઞાનના પરિણામો 2024 અને GUJCET 2024ના પરિણામોની જાહેરાત કરી છે. ઉમેદવારો પોતાનું પરિણામ ઓનલાઈન ચેક કરવા અને ડાઉનલોડ કરવા માટે વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
આજે ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ આજે જાહેર થવાનું છે. જેમાં સુરતમાં 12 કોમર્સના 91,573 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સના 18,514 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
ગુજરાત ધોરણ 12ના બંને સ્ટ્રીમનું આજે એકસાથે રિઝલ્ટ છે અને GUJCETનું પણ આજે રિઝલ્ટ જાહેર થવાનું છે. તેથી ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. વધારે પ્રમાણમાં એકસાથે વિદ્યાર્થીઓ સાઈટ ઓપન કરતા હોય છે તો બની શકે છે એ જ સમયે સાઈટ ઓપન ન થઈ શકે.
જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય, તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછીથી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકશો. (વોટ્સએપ નં – 6357300971)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org ની વેબસાઇટ પર થશે જાહેર થશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નં – 6357300971 પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેનું આજે રિઝલ્ટ જાહેર થવાનું છે.
સમગ્ર ગુજરાતમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓએ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ – gseb.org પર ઉપલબ્ધ સીધી પરિણામ લિંક પર ક્લિક કરવું. વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ દાખલ કરવી પડશે. તેમજ સબમિટ કરવું. GSEB 12મા સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 2024 ગણતરીની કલાકોમાં જાહેર થવાનું છે.
ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુરુવારે ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં 14 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મે મહિનામાં લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સવારે 9 વાગે જાહેર થશે.
Published On - 6:55 am, Thu, 9 May 24