Gujarat: 6 મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજિત 42 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ 49.64 ટકા મતદાન

|

Feb 21, 2021 | 8:15 PM

Gujarat:  6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં છ મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજિત 42 ટકા જેટલું નિરસ મતદાન નોંધાયું છે.

Gujarat: 6 મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજિત 42 ટકા મતદાન, જામનગરમાં સૌથી વધુ 49.64 ટકા મતદાન
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Gujarat:  6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં છ મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજિત 42 ટકા જેટલું નિરસ મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન જામનગરમાં 49.64 ટકા અને સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં 37.81 ટકા નોંધાયું છે. આ છ મહાનગરપાલિકામાં 2,200થી વધુ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે.

 

જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું હતું, જે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું હતું. જેમાં પ્રાથમિક આંકડા મુજબ છ મહાનગરપાલિકામાં સરેરાશ અંદાજે 42 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જો કે વર્ષ 2015ની સરખામણીમાં મતદાનની ટકાવારી ઘટી છે. જેમાં સવારે 7થી 8 વાગ્યામાં એટલે પહેલા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું હતું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ચૂંટણી પંચ દ્વારા છ મહાનગરપાલિકામાં કેટલું મતદાન થયું તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ    – 37.81 ટકા 
સુરત               – 42.11 ટકા
વડોદરા           – 42.82 ટકા
રાજકોટ           – 45.74 ટકા
જામનગર         – 49.64 ટકા
ભાવનગર         – 43.66 ટકા

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતની છ મહાનગરપાલિકામાં વર્ષ 2015માં યોજાયેલા મતદાનની ટકાવારી પર નજર કરીએ તો વર્ષ 2015માં છ મહાનગરપાલિકામાં સરેરાશ 45.67 ટકા મતદાન થયું હતું. જેમાં જોવા જઈએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 46.51 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સુરત મહાનગરપાલિકામાં 39. 67 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં 48.71 ટકા મતદાન થયું હતું. તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં 49.72 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે જામનગરમાં 56.76 ટકા મતદાન નોંધાયું હતું.

 

આ પણ વાંચો: Gujarat: 6 મહાનગરપાલિકા માટેનું મતદાન પૂર્ણ, લોકોએ વોટિંગ માટે ઓછો ઉત્સાહ દેખાડયો

Next Article