AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુખ્યાત હિતુભા ઝાલા ફરી એકવાર ગુજરાત ATSના સકંજામાં

વર્ષ 2019માં કુખ્યાત મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ પર ખૂની હુમલાના આરોપસર ઝડપાયેલો કુખ્યાત ગેંગસ્ટર હિતુભા ઝાલા સાબરમતી જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે ઓક્ટોબર 2019માં  જાપતા પોલીસને ચકમો આપીને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીકથી ફરાર થઈ ગયો હતો. ત્યારથી ભાગતો ફરતો કુખ્યાત હિતુભા ઝાલા ફરી એકવાર ગુજરાત ATSના હાથે જ વડોદરમાંથી ઝડપાઈ ગયો […]

કુખ્યાત હિતુભા ઝાલા ફરી એકવાર ગુજરાત ATSના સકંજામાં
yunus.gazi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:50 PM
Share

વર્ષ 2019માં કુખ્યાત મુસ્તાક મીરની હત્યા અને તેના ભાઈ પર ખૂની હુમલાના આરોપસર ઝડપાયેલો કુખ્યાત ગેંગસ્ટર હિતુભા ઝાલા સાબરમતી જેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે ઓક્ટોબર 2019માં  જાપતા પોલીસને ચકમો આપીને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીકથી ફરાર થઈ ગયો હતો. ત્યારથી ભાગતો ફરતો કુખ્યાત હિતુભા ઝાલા ફરી એકવાર ગુજરાત ATSના હાથે જ વડોદરમાંથી ઝડપાઈ ગયો છે. કુખ્યાત હિતુભા ઝાલા વડોદરાની આસપાસ ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATSના DYSP ભરત રોઝીયા અને ઈન્સ્પેકટર મલ્હોત્રા તથા તેઓના સ્ટાફની ટીમોએ વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક સારાભાઈ કેમ્પસ નજીક ઓપરેશન હાથ ધર્યું હતું. બાતમી હતી કે હિતુભા સફેદ કલરની ફોર્ચ્યુનર કારમાં છે, ગેંડા સર્કલ નજીક સારાભાઈ કેમ્પસ પાસે ફોર્ચ્યુનર કાર દેખાતા જ કારની આસપાસ નજીકમાં તમામ લોકો ગોઠવાઈ ગયા અને હિતુભા જેવો નજીક આવ્યો કે DYSP ભરત રોઝીયાએ ખુલ્લી પિસ્તોલ હિતુભા પર તાકી ત્રાડ નાંખી દબોચી લીધો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈન્સ્પેકટર મલ્હોત્રાએ અન્ય એકને પણ દબોચી લીધો અને ત્રીજી ટીમે ડ્રાઈવરને કાબુમાં લીધો. હિતુભા સહિત ચાર લોકોને ATSની ગાડીઓમાં નાંખ્યા અને હિતુભાની ફોર્ચ્યુનર કારમાં ATSનો એક કોન્સ્ટેબલ ગોઠવાયો અને તમામ ગાડીઓનો કાફલો અમદાવાદ હાઈવે તરફ રવાના થયો. રવિવારના બપોરના સમયે ગેંડા સર્કલ નજીક અચાનક જ સર્જાયેલા ફિલ્મી દ્રશ્યોને કારણે આજુબાજુના લોકોમાં ભય સાથે કુતુહલ જરૂરથી સર્જાયું હતું. પરંતુ ગુજરાત ATSના અધિકારીઓએ વધુ ટોળા ભેગા થાય તે પહેલા ખુબ જ કુનેહપુર્વક ઓપરેશન પૂર્ણ કરી લીધું હતું. ગુજરાત ATSના DIG હિમાંશુ શુક્લાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે હિતુભા ઝાલાની વડોદરાથી અટકાયત કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હિતુભાનો કોવિડનો ટેસ્ટ કરાવવામાં આવશે અને પછી આર્મ્સ એકટ હેઠળ સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે. હિતુભા ઝાલા સાથે વડોદરાની અન્ય ત્રણ વ્યક્તિઓની પૂછપરછ અર્થે અટકાયત કરવામાં આવી છે. ATSના અધિકારીઓ દ્વારા તમામની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી રહી છે. વડોદરામાં કયા આશયથી હિતુભા ઝાલા આવ્યો હતો. ગઈકાલથી તે વડોદરામાં હતો, અત્યાર સુધી કોને કોને મળ્યો, ઓક્ટોબર 2019થી ભાગી ભાગીને કયા કયા ફર્યો અને કોને આશરો આપ્યો તે તમામ બાબતો અંગે ATS વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2019માં હિતુભા ઝાલા ધ્રાંગધ્રા નજીકથી ભાગી છૂટતા જાપતા ટૂકડીના PSI હર્ષપાલસિંહ સહિત 7 પોલીસ કર્મીઓ સામે બેદરકારીનો આરોપ લાગ્યો હતો. તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">