Gujarat : જન્માષ્ટમીને લઇને દ્વારકા, ડાકોર મંદિરમાં ઉત્સાહનો માહોલ, ભક્તોની ઉમટી રહી છે ભીડ
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ સાથે ભક્તો દ્વારકાના જગતમંદિરમાં ઉમટી પડ્યાં છે દ્વારકાધીશ જગતમંદિરે ૨ વર્ષ બાદ ધામધૂમથી ભક્તો સાથે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે.
Gujarat : દ્વારકા જગતમંદિરમાં ઉત્સાહનો માહોલ
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ સાથે ભક્તો દ્વારકાના જગતમંદિરમાં ઉમટી પડ્યાં છે દ્વારકાધીશ જગતમંદિરે ૨ વર્ષ બાદ ધામધૂમથી ભક્તો સાથે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. ગોકુળ આઠમે કાનાના જન્મને ઉત્સાહપૂર્વક ઉજવવા ભક્તો ઠેકઠેકાણેથી આવી રહ્યા છે.
કૃષ્ણ ભક્તો જગતમંદિરે સવારથી જ શ્રીજીના દર્શન કરી આરતીનો લાભ લઈ રહ્યા છે. ભક્તો કૃષ્ણ રંગમાં રંગાયેલા ચુક્યાં છે. તો મંદિરો પણ જાણે રોશનીમાં ઝળહળી ઉઠ્યાં છે. કોરોનાની સ્થિતિને કારણે મંદીરમાં એકસાથે 200 ભક્તોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
તો કોરોનાની તમામ ગાઈડલાઈન અને નિયમોના પાલન સાથે ભક્તો શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમજ કૃષ્ણ ભક્તો ધરબેઠા પણ દ્વારકા મંદિરની વેબસાઇટ પર ભગવાન દ્વારકાધીશના ઓનલાઇન દર્શન કરી શકશે.
ડાકોરમાં જન્માષ્ટમીનો ઉન્માદ
ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યાં છે. અને રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો કોરોના નિયમના પાલન સાથે 200ની સંખ્યામાં ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.
તમામ ભક્તો કોરોનાની ગાઈડલાઈન સાથે શ્રીજીના દર્શન કરી પાવન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડાકોર મંદીરમાં આરતી સમયે ભાવિકોને મંદિરમાં પ્રવેશ નહી મળે. પરંતુ ત્યારબાદ ભક્તો સવારે 6.45થી બપોરે 12.30 વાગ્યા સુધી અને બપોરે 4:45 વાગ્યા બાદ દર્શન કરી શકાશે. અને રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્યરીતે ઉજવણી કરાશે.
સુપ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ
મધ્યગીર જંગલમાં આવેલું સૌરાષ્ટ્રનુ સુપ્રસિદ્ધ તીર્થધામ તુલસીશ્યામ મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. શ્યામ સુંદર ભગવાનનું ધામ જન્માષ્ટમીના રંગે રંગાયુ છે. મોટી સંખ્યામા દર્શનાર્થીઓની મંદિરે ભીડ ઉમટી છે.
તુલસીશ્યામ મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. તો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. તુલસીશ્યામ મંદિરમાં બપોરે મહા પ્રસાદ અને મહા આરતીનો ભક્તોને લાભ લેશે. તો રાત્રે 12 વાગ્યે શ્યામ ઉત્સવ યોજાશે.
ઉલ્લેખનીય છે કે માત્ર જન્મોત્સવ રાખવામા આવ્યો છે અન્ય ડાયરાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો મોકૂક રખવામાં આવ્યા છે.
વડોદરા ઇસ્કોન મંદિરમાં ઉજવાશે જન્માષ્ટમી
વડોદરાના ઇસ્કોન મંદિરમાં કોવિડ 19 ના નિયમોના પાલન સાથે જન્માષ્ટમીની ઉજવણી થશે. ઇસ્કોન મંદિર ખાતે ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. લોકોને માસ્ક તથા સેનેટાઇઝર સાથે કોવિડ 19 નિયમોનું પાલન કરવું પડશે. માત્ર ભગવાનના દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં થાય. 30 અને 31 એમ બે દિવસ પરંપરાગત ધાર્મિક વિધિઓ થશે.