Gujarat ની રસીકરણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ, 16 ઓગષ્ટના રોજ રસીના સાડા ચાર લાખથી વધુ ડોઝ અપાયા

|

Aug 16, 2021 | 7:58 PM

ગુજરાતે રસીકરણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં 16 ઓગષ્ટના રોજ રસીના સાડા ચાર લાખથી વધુ ડોઝ અપાયા છે.

Gujarat ની રસીકરણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ, 16 ઓગષ્ટના રોજ રસીના સાડા ચાર લાખથી વધુ ડોઝ અપાયા
gujarat achievement in field of vaccination more than fourand a half lakh doses of vaccine given on 16th august

Follow us on

ગુજરાતે રસીકરણ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં 16 ઓગષ્ટના રોજ રસીના સાડા ચાર લાખથી વધુ ડોઝ અપાયા છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકસીન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં ૪ કરોડથી વધુ વેકસીનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે.

રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૦૭ લાખ ૬૩ હજાર ૯૪૧ લોકોને પ્રથમ ડોઝ અને ૯૮ લાખ ૭૪ હજાર ૬૯૬ લોકોને બીજો ડોઝ એમ સમગ્રતયા ૪,૦૬,૩૮,૯૧૦ ડોઝ દ્વારા લોકોનું વેકસીનેશન થયું છે.

સોમવારે તા.૧૬મી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં ૪.૫૮ લાખથી વધુ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજયમાં તા.૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં થયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ૬.૨૩ લાખ હેલ્થકેર વર્કરને પ્રથમ ડોઝ તેમજ પ.૨૨ લાખ હેલ્થકેર વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.સમગ્ર દેશમાં ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩.૪૩ લાખ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા ૧૦.૬૦ લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.ત્યારબાદ ૧ લી માર્ચ-૨૦૨૧ના રોજથી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

તા. ૧લી એપ્રિલ-૨૦૨૧ના રોજથી ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૪૫થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ ૧.૩૬ કરોડ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૭૨.૧૩ લાખ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા. ૧ મે-૨૦૨૧ના રોજથી રાજ્યમાં રાજ્યના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લા માં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી અને તા. ૪ થી જુન-૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે.

અત્યાર સુધીમાં આ વય જુથના ૧.૫૧ કરોડ પ્રથમ ડોઝ અને ૧૦.૭૭ લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.આમ, સમગ્રતયા તા. ૧૬.૦૮.૨૦૨૧ સુધીમાં રાજ્યમાં તમામ જુથોના ૩,૦૭,૬૩,૯૪૧ લોકોને પ્રથમ ડોઝ તથા ૯૮,૭૪,૯૬૯ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Published On - 7:39 pm, Mon, 16 August 21

Next Article