25 મેના મોટા સમાચાર: નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસે કરવાની માંગ પર SC આવતીકાલે સુનાવણી કરશે

|

May 25, 2023 | 11:55 PM

Gujarat Live Updates : આજ 25 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 મેના મોટા સમાચાર: નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસે કરવાની માંગ પર SC આવતીકાલે સુનાવણી કરશે
Gujarat Latest Live News and Samachar Today 25 May 2023

Follow us on

આજે 25 મેને ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે ગુજરાત બોર્ડનું ધોરણ-10નું આજે પરિણામ જાહેર થશે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 May 2023 11:52 PM (IST)

    રાજકોટમાં બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાત દરમ્યાન વિજય રૂપાણીનું નિવેદન, કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે

    રાજકોટમાં 1 અને 2 જૂને યોજાવા જઈ રહેલા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો એકતરફ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપના નેતાઓ કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યા છે. આ દરમિયાન બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાતે પહોંચેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રૂપાણીએ કહ્યું કે- કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે. લઘુમતીઓના મત મેળવવા તુષ્ટિકરણ કરે છે.

    કોંગ્રેસે હિન્દુ સમાજને નજરઅંદાજ કર્યો છે. તેવું નિવેદન વિજય રૂપણી એ આપ્યું છે. હિન્દુ ધર્મની વાત આવે એટલે કોંગ્રેસ અકળાઈ જાય છે. આ ઉપરાંત વિજય રૂપાણીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને સફળ બનાવવાની વાત પણ કરી છે. આજે બાબા બાગેશ્વર અમદાવાદ ખાતે પહોંચી એક કાર્યક્ર્મમાં હાજરી આપી તેઓ સુરત પહોંચ્યા હતા. જોકે સુરતમાં પણ યોજાનાર બાબા બાગેશ્વરના કાર્યક્ર્મને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્ર્મને લઈને પણ તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે. જેની સમીક્ષા વિજય રૂપણીએ કરી હતી. અને કોંગ્રેસનાં બોળેલા શબ્દો ઉપર વળતાં જવાબો આપ્યા હતા.

  • 25 May 2023 11:37 PM (IST)

    સાબરકાંઠાના હિંમતનગરમાં સરકારી આવાસમાં તપાસ, ચીફ ઓફિસરે 5 ટીમ બનાવી કરી કામગીરી

    સાબરકાંઠાના હિંમતનગરમાં સરકારી આવાસના મકાનોમાં નગરપાલિકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સરકારી મકાન અસામાજિક તત્વોને ભાડે આપતા હોવાની ફરિયાદો મળ્યા બાદ પાલિકાએ 3 વિસ્તારમાં તપાસ કામગીરી કરી. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આકસ્મિક ચકાસણી હાથ ધરાઇ હતી. જો અસામાજિક તત્વોને મકાન ભાડે આપ્યાનું જણાઇ આવશે તો કાર્યવાહી થશે. વર્ષ 2011માં લાભાર્થીઓ માટે 900 સરકારી મકાન બનાવાયા હતા. જો કે આવાસના મકાન ભાડે અપાતા હોવાની ફરિયાદ અરજી મળતા તપાસ હાથ ધરવામાં આવી.

  • 25 May 2023 11:16 PM (IST)

    ભાવનગર ડમીકાંડમાં પોલીસે એક સગીર સહિત વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ, અત્યાર સુધીમાં 50 ઝડપાયા

    Bhavnagar: ભાવનગરનો ડમીકાંડ સામે આવ્યા બાદથી જ પોલીસ, SIT અને ACB દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર ડમીકાંડમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. 3 આરોપી પૈકી એક 28 વર્ષીય જયદીપ ધાંધલ્યા, બીજો આરોપી 18 વર્ષીય ઋષિત બારૈયા હોવાનું ખુલ્યું. જો કે એક આરોપી 17 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું. પોલીસે ત્રણેયને પકડીને વધુ પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધી ભાવનગરના ડમીકાંડમાં 50 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ તપાસમાં હજુ પણ વધારે લોકોના નામ ખુલશે તેવી શક્યતા છે. 36 આરોપી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળીને કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

  • 25 May 2023 10:19 PM (IST)

    નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસે કરવાની માંગ પર SC આવતીકાલે સુનાવણી કરશે

    નવી સંસદ ભવનનું રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જેકે મહેશ્વરીની બેંચ આ કેસની સુનાવણી કરશે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. બંધારણના અનુચ્છેદ 79 મુજબ રાષ્ટ્રપતિ પણ સંસદનો આવશ્યક ભાગ છે. તેમનું ઉદ્ઘાટન ન કરવાનો લોકસભા સચિવાલય દ્વારા લેવાયેલો નિર્ણય ખોટો છે.

  • 25 May 2023 09:48 PM (IST)

    સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમની વિદેશયાત્રાને ગણાવી સફળ, કહ્યુ PM મોદીને કારણે વૈશ્વિક ફલક પર ભારતનું કદ વધ્યુ

    એક તરફ નવી સંસદના ઉદ્દઘાટનનો ગૌરવપૂર્ણ પ્રસંગને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. ત્યારે બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાને સફળ અને ગૌરવ વધારનારી ગણાવી છે. તેમણે કહ્યુ વિશ્વમાં પીએમ મોદીની લોકપ્રિયતા વધી છે. તેમના નેતૃત્વમાં ભારત અનેક દેશોનો અવાજ બન્યો છે. અનેક દેશો ભારત સાથે આશાભરી નજરે જુએ છે.  વિશ્વમાં વડાપ્રધાન મોદીના કારણે ભારત અને ભારતના સંસ્કારોનું પણ સન્માન થઈ રહ્યુ છે.

  • 25 May 2023 09:05 PM (IST)

    અમદાવાદમાં બાબા બાગેશ્વરની સ્પષ્ટ વાત, સનાતનીઓને એક થવા કરી હાંકલ, કહ્યુ, જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય

    Ahmedabad: બાબા બાગેશ્વરથી જાણીતા બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમદાવાદના મહેમાન બન્યા. વટવામાં દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. વટવામાં આયોજિત શિવકથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતમાં હિંદુ રાષ્ટ્ર સ્થાપિત કરવાની વાત કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે ભારતના નાગરિકોએ જાગૃત થવુ પડશે. મારુ કામ માત્ર આપને જાગૃત કરવાનું છે. તેમણે સનાતનીઓને એક થવાની હાકલ કરી. કહ્યું જાગશો નહીં તો આવનારી પેઢીમાં રામકથા નહીં થાય. વધુમાં તેમણે જણાવ્યુ કે જે હિંદુ નહીં જાગે તે કાયર ગણાશે. અત્યારે નહીં જાગો તો ભવિષ્યની પેઢી વાતો કરશે.

  • 25 May 2023 08:25 PM (IST)

    Gujarat News Live : PM નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 140 કરોડ ભારતીયો માટે ગર્વની વાતઃ અનુરાગ ઠાકુર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 6 દિવસના વિદેશ પ્રવાસ વિશે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, આ પ્રવાસ ભારત, ભારતીયતા અને 140 કરોડ ભારતીયો માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં વૈશ્વિક રાજકારણમાં જે રીતે ભારત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચા થઈ રહી છે તે સામાન્ય નથી. તેમણે કહ્યું કે ભારત મજબૂત થઈ રહ્યું છે અને પીએમ મોદીનો તાજેતરનો વિદેશ પ્રવાસ તેની સાક્ષી આપે છે.

  • 25 May 2023 07:25 PM (IST)

    Gujarat News Live : PM મોદી ફ્રાન્સના નેશનલ ડે પરેડમાં મુખ્ય અતિથિ હશે, ભારતીય ફાઈટર જેટ પણ માર્ચ કરશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ફ્રાન્સના પેરિસમાં 14 જુલાઈએ બેસ્ટિલ-ડે પરેડના મુખ્ય અતિથિ હશે. નવી દિલ્હીમાં ફ્રેન્ચ દૂતાવાસે ટ્વિટર પર આ માહિતી આપી હતી. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસની પરેડમાં ભાગ લેનારા ભારતના બીજા વડાપ્રધાન હશે. અગાઉ 2009માં ફ્રાંસની સરકારે તત્કાલિન વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા.

  • 25 May 2023 06:33 PM (IST)

    Gujarat News Live : ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા આવેલા 6 ખેલાડીઓ હોસ્પિટલમાં દાખલ

    લખનૌમાં આયોજિત ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ બીમાર પડી રહ્યા છે. ગરમીના કારણે મોટાભાગના ખેલાડીઓ બીમાર પડ્યા હોવાના અહેવાલ છે. 6 ખેલાડીઓને ઉલ્ટી અને ઝાડા થવાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે.

  • 25 May 2023 06:31 PM (IST)

    Gujarat News Live : જાપાનમાં ગોળીબાર અને છરાબાજીમાં બે પોલીસકર્મીઓ સહિત ત્રણના મોત

    જાપાનમાં ગોળીબાર અને છરાબાજીની ઘટનામાં બે પોલીસકર્મીઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે. અત્યાર સુધીની માહિતી મુજબ હુમલાખોર રાઈફલ અને ચાકુ સાથે એક ઈમારતમાં છુપાયેલો છે.

  • 25 May 2023 05:42 PM (IST)

    Gujarat News Live : ઈમરાનખાન, તેની પત્ની બુશરા બીબી સહીત પીટીઆઈના 80 નેતાઓ વિમાનમાં નહી બેસી શકે

    Pakistan : ઈમરાનખાન, તેની પત્ની બુશરા બીબી સહીત પીટીઆઈના 80 નેતાઓ વિમાનમાં હવેથી નહી બેસી શકે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી. સરકાર અને સૈન્ય સામે કાનુની લડાઈ લડી રહેલા ઈમરાનખાન અને તેના પત્ની બુશરાબીબી સહીત પીટીઆઈના 80 નેતાઓ હવે વિમાનમાં નહી ઉડી શકે.

  • 25 May 2023 03:32 PM (IST)

    Gujarat News Live : INS વિક્રાંત પર મિગ 29નું સફળ નાઇટ લેન્ડિંગ

    INS વિક્રાંત પર મિગ 29નું નાઇટ લેન્ડિંગ સફળ રહ્યું છે. આ માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌસેનાને અભિનંદન પાઠવ્યા છે.

  • 25 May 2023 02:49 PM (IST)

    Gujarat News Live: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ પર ભક્તો દ્વારા કરાયુ ભવ્ય સ્વાગત

    બાબા બાગેશ્વર ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેઓ મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યા હતા.બાબા બાગેશ્વર તેમજ યજમાન અમરાઈ વાડીના પૂર્વ કોર્પોરેટર અરવિંદ ચૌહાણના ભાઈ જુનગી ભાઈના ઘરે જશે. ત્યાં બપોરનું ભોજન લીધા બાદ તેઓ વટવા ખાતે પૂર્વ આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે.

    આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો સીલસીલો શરુ થશે. જેના પગલે આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાત આવશે અને સૌથી પહેલા અમદાવાદના વટવામાં એક કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનને લઈને પોલીસ અને બાઉન્સર વીઆઈપી એક્ઝિટ પર પહોંચી છે.

    બાબા બાગેશ્વરને લગતા તમામ સમચાર જાણવા અહીં ક્લિક કરો.

  • 25 May 2023 01:59 PM (IST)

    Gujarat News Live: નરેન્દ્ર મોદી 21 જૂને યોગ દિવસ પર મધ્યપ્રદેશમાં હાજર રહેશે, 9માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ જબલપુરમાં યોજાશે

    21 જૂને યોગ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના જબલપુરમાં હશે. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ જબલપુરમાં યોજાશે.

  • 25 May 2023 01:44 PM (IST)

    Gujarat News Live: સુરતમાં મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં આરોપી જુહી શેખની આંધ્રપ્રદેશથી ધરપકડ

    સુરતના(Surat) જહાંગીરપૂરામાં મહિલા પ્રોફેસરના આપઘાત(Suicide)  કેસમાં રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે.ત્યારે રાંદેર પોલીસે આંધ્રપ્રદેશથી આરોપી જુહી શેખની ધરપકડ કરી છે.પાકિસ્તાન સાથે સીધા જ સંપર્કમાં રહેતી અને રૂપિયા પહોંચાડતી મુખ્ય મુસ્લિમ મહિલાને આંધ્રપ્રદેશથી પોલીસે દબોચી છે.આરોપી મહિલાને પકડવા માટે પોલીસ કર્મચારીઓ બે દિવસ મુસ્લિમ પહેરવેશમાં મહિલાના ઘર આસપાસ રેકી કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાનથી ભારત વચ્ચેની મુખ્ય સૂત્રધાર જૂહી શેખને દબોચી હતી.

  • 25 May 2023 01:11 PM (IST)

    નવા સંસદ ભવનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પિટિશનમાં કરાઈ રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની માંગ

    નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે માત્ર રાષ્ટ્રપતિ જ ઉદ્ઘાટન કરી શકે છે. અરજીમાં લોકસભા સચિવાલય, ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. એડવોકેટ સીઆર જયા સુકિને આ અરજી દાખલ કરી છે.

  • 25 May 2023 12:53 PM (IST)

    Gujarat News Live: રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પૂર્વે વિજય રૂપાણીએ વ્યવસ્થાની સમીક્ષા કરી

    રાજકોટમાં(Rajkot) 1 અને 2 જૂને યોજાવા જઈ રહેલા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના(Dhirendra Shastri) કાર્યક્રમનો એકતરફ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપના નેતાઓ કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યા છે. આ દરમિયાન બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાતે પહોંચેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા.

    રૂપાણીએ કહ્યું કે- કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે, લઘુમતીઓના મત મેળવવા તુષ્ટિકરણ કરે છે.. કોંગ્રેસે હિન્દુ સમાજને નજરઅંદાજ કર્યો છે,, હિન્દુ ધર્મની વાત આવે એટલે કોંગ્રેસ અકળાઈ જાય છે.. આ ઉપરાંત વિજય રૂપાણીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને સફળ બનાવવાની વાત પણ કરી છે.

  • 25 May 2023 12:50 PM (IST)

    PM નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના લોકતંત્રના વખાણ કર્યા, નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ વિપક્ષ પર કર્યા પ્રહાર

    નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈ વિપક્ષ એકત્ર થઈ રહ્યો છે. ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ 19 વિપક્ષી દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદી (PM Narendra Modi)પણ ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને ગુરુવારે સવારે ભારત પહોંચ્યા હતા. ભારત પહોંચતા જ પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની લોકશાહીનો હવાલો આપીને પાલમ એરપોર્ટથી જ વિપક્ષ પર ઈશારામાં પ્રહારો કર્યા હતા.

    ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાને પણ ભાગ લીધો હતો

    પાલમ એરપોર્ટ પર હાજર સમર્થકોને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની લોકશાહીને ટાંકતા કહ્યું કે સિડનીમાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં સત્તાધારી પક્ષથી લઈને વિપક્ષ સુધીના તમામ સભ્યો અને નેતાઓ હાજર હતા. વર્તમાન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ ત્યાં હતા અને ભૂતપૂર્વ વડાપ્રધાને પણ ભાગ લીધો હતો.

  • 25 May 2023 12:34 PM (IST)

    નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરનારની CM ભૂપેન્દ્ર પટેલે કરી નિંદા, કહ્યુ- આ લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો

    નવા સંસદ ભવનના વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટનનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિંદા કરી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને કહ્યું કે સંસદ ભવનના (Parliament House) નવનિર્મિત સંકુલનું લોકાર્પણએ ગૌરવપૂર્ણ બાબત છે. વિપક્ષી દળોના વિરોધનો નિર્ણય નિંદનીય છે, અપમાનજનક છે અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે. વિપક્ષોના બહિષ્કારની આ પહેલી ઘટના નથી. વિપક્ષે અગાઉ પણ સંસદીય નિયમો અને સંસદનો બહિષ્કાર કરેલો છે. આ પહેલા GST વિશેષ સત્રનો પણ બહિષ્કાર કર્યો હતો. આ તેમનું આત્મઘાતી પગલું છે.

  • 25 May 2023 11:57 AM (IST)

    PM મોદીએ ઉત્તરાખંડને આપી પહેલી વંદે ભારતની ભેટ, દિલ્હીથી દહેરાદૂન સુધીની યાત્રા 4.45 કલાકમાં પૂરી થશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દિલ્હી અને દેહરાદૂન વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની રાજધાનીને ઝડપી ગતિએ જોડશે. આ ટ્રેનથી દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનો મુસાફરીનો સમય ઘણો ઓછો થઈ જશે.

  • 25 May 2023 11:48 AM (IST)

    Ahmedabad : બાબા બાગેશ્વર આજે વટવામાં દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

    બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) આજે અમદાવાદમાં વટવા ખાતે દેવકીનંદન મહારાજના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વટવાના કાર્યકમાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે 12 થી 1 વાગ્યા દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી તેઓ વટવા કાર્યક્રમ સ્થળ પર જવા રવાના થશે. જો અન્ય કાર્યક્રમ નક્કી હશે તો રૂટમાં અન્ય સ્થળે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી જઈ શકે તેવી શક્યતા છે.

    આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો સીલસીલો શરુ થશે. જેના પગલે આયોજકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ગુજરાત આવશે અને સૌથી પહેલા અમદાવાદના વટવામાં એક કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનને લઈને પોલીસ અને બાઉન્સર વીઆઈપી એક્ઝિટ પર પહોંચી છે.

  • 25 May 2023 11:07 AM (IST)

    Gujarat News Live: દેશમાં લોકશાહીની હત્યા થઈ છે, પીએમ લોકશાહીની વાત કરે છે: સંજય રાઉત

    સંજય રાઉતે કહ્યું છે કે આપણા દેશમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે. પીએમ લોકશાહીની વાત કરે છે. 3 દેશોની મુલાકાત લીધા બાદ પરત ફર્યા છે. પીએમ લોકશાહીની વાત કરે છે તો દેશની લોકશાહીનું પણ ધ્યાન રાખો. પહેલા રાષ્ટ્રપતિ પાસે જાઓ અને તેમને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપો, પછી લોકશાહીની વાત કરો.

  • 25 May 2023 10:28 AM (IST)

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા

    ધોરણ 10નું પરિણામ જાહેર થતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી. તો શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે (Education Minister Kuber Dindore) પણ પાસ થયેલા તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી. જ્યારે નાપાસ થનાર વિદ્યાર્થીઓને સાત્વના આપતા કહ્યું કે હિમ્મત હાર્યા વિના ફરી પરીક્ષાની તૈયારી કરે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે, મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે.

  • 25 May 2023 10:05 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : ધોરણ 10નું પરિણામ જાહેર થતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં

    ધોરણ 10નું પરિણામ જાહેર થતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી. તો શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પણ પાસ થયેલા તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી, જ્યારે નાપાસ થનાર વિદ્યાર્થીઓને સાત્વના આપતા કહ્યું કે હિમ્મત હાર્યા વિના ફરી પરીક્ષાની તૈયારી કરે.

  • 25 May 2023 09:37 AM (IST)

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સર્વે વિધાર્થીમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.

  • 25 May 2023 09:01 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં જાણો વિષયવાર ટકાવારી

    ગુજરાત બોર્ડ 10નું  64.62 રિઝલ્ટ  આજે 25 મે 2023ના રોજ જાહેર કરવામાં આવ્યું છે . ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાતમાં ધોરણ 10ના આજે જાહેર થયેલા પરિણામમાં વિષયવાર સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે અંગ્રેજી વિષયનું પરિણામ સૌથી વધુ 95.06 ટકા આવ્યું છે જ્યારે વિજ્ઞાન વિષયનું પરિણામ સૌથી ઓછી 67.72 ટકા આવ્યું છે. આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી 84.60 ટકા , હિન્દી 89.78 ટકા, અંગ્રેજી 95.06 ટકા, સામાજિક વિજ્ઞાન 86.77 ટકા, વિજ્ઞાન 67.72 ટકા ગણિત 94.99 ટકા, ગુજરાતી SL 89.73 ટકા, હિન્દી SL 87.34 ટકા ,અંગ્રેજી SL 85.21 ટકા, સંસ્કૃત SL 90.89 ટકા ,મૂળભૂત ગણિત 70.49 ટકા પરિણામ નોંધાયું છે.

  • 25 May 2023 08:55 AM (IST)

  • 25 May 2023 08:52 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : ગુજરાતની 2724 શાળાનું પરિણામ 100 ટકાથી વધુ જાહેર થયુ

    ગુજરાતની 2724 શાળાનું પરિણામ 100 ટકાથી વધુ જાહેર થયુ છે. ઝીરો ટકા પરિણામ ધરાવતી 157 શાળા છે. તો 30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળા 1084 છે.

  • 25 May 2023 08:51 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : છોકરીઓએ છોકરાઓને પાછળ છોડ્યા, 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ

    આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ છે.

  • 25 May 2023 08:48 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : ગુજરાતની 2724 શાળાનું પરિણામ 100 ટકાથી વધુ, ઝીરો ટકા પરિણામ ધરાવતી 157 શાળા

    ધોરણ-10નું ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા  જાહેર થયુ છે. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં 958 કેન્દ્ર પર લેવામાં આવી હતી. ગુજરાતની 2724 શાળાનું પરિણામ 100 ટકાથી વધુ જાહેર થયુ છે. ઝીરો ટકા પરિણામ ધરાવતી 157 શાળા છે. તો 30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળા 1084 છે.

  • 25 May 2023 08:42 AM (IST)

  • 25 May 2023 08:37 AM (IST)

  • 25 May 2023 08:35 AM (IST)

  • 25 May 2023 08:30 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : ધોરણ 10ના ગ્રેડ મુજબ પરિણામમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ C-1 ગ્રેડમાં પાસ

    ધોરણ 10ના ગ્રેડ મુજબ પરિણામમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ C-1 ગ્રેડમાં પાસ થયા છે.

  • 25 May 2023 08:24 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ, સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ

    ગુજરાતના 33 જિલ્લા પૈકી સૌથી વધુ સુરત જિલ્લામાં 76.45 ટકા પરિણામ જાહેર થયુ છે. જ્યારે સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લામાં આવ્યુ છે.

  • 25 May 2023 08:23 AM (IST)

  • 25 May 2023 08:21 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા

    આ પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીનો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 474893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીનીનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 158623 પરીયાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.

  • 25 May 2023 08:13 AM (IST)

    Gujarat Board 10th Result 2023 Declared : પરીક્ષા સમગ્ર રાજ્યમાં 958 કેન્દ્ર પર લેવામાં આવી હતી

    પરીક્ષા સમગ્ર રાજ્યમાં 958 કેન્દ્ર પર લેવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રમાં સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યુ છે.

  • 25 May 2023 08:13 AM (IST)

    Gujarat Board 10th Result 2023: આ વર્ષે પરીક્ષા દરમ્યાન ગેરરીતિના 30 કેસ નોંધાયા હતા

    આ વર્ષે પરીક્ષા દરમ્યાન ગેરરીતિના 30 કેસ નોંધાયેલ હતા. જ્યારે CCTV કેમેરા અને ટેબ્લેટ્સના વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક રીતે ગેરરીતિમાં સામેલ જણાતા 681 પરીક્ષાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવેલ છે, જેની રૂબરૂ સુનાવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ છે.

  • 25 May 2023 08:11 AM (IST)

    Gujarat Board 10th Result 2023: બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું

    બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલ છે.

  • 25 May 2023 08:05 AM (IST)

    Gujarat Board 10th Result 2023: ગુજરાત બોર્ડનું ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર

    ગુજરાત બોર્ડનું ધોરણ-10નું 64.62 ટકા પરિણામ જાહેર થયું છે.

  • 25 May 2023 08:04 AM (IST)

    Gujarat Board 10th Result: 14થી 29 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 29 માર્ચ સુધી ધોરણ 10ની પરીક્ષા યોજાઈ હતી. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક જાન્યુઆરીમાં યોજાયું હતું.

  • 25 May 2023 07:51 AM (IST)

    Gujarat Board 10th Result: ધોરણ 10માં 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી

    ધોરણ 10માં 9.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સીટ નંબર નાખીને વિદ્યાર્થીઓ ઓનલાઇન પરિણામ જોઈ શકશે. બેથી ત્રણ દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

  • 25 May 2023 07:36 AM (IST)

    Gujarat Board 10th Result: GSEB SSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

    GSEB SSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

    1. સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
    2. સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
    3. સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
    4. સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
    5. સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.
  • 25 May 2023 06:48 AM (IST)

  • 25 May 2023 06:35 AM (IST)

    Gujarat Board 10th Result 2023 : ગુજરાત બોર્ડનું ધોરણ-10નું આજે પરિણામ , જાણો કેવી રીતે ચેક કરશો

    Gujarat Board 10th Result 2023 : ગુજરાત બોર્ડ 10નું રિઝલ્ટ  આજે 25 મે 2023ના રોજ જાહેર થશે. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાત બોર્ડે 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે.

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14થી 28 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. તમે નીચે આપેલા સ્ટેપ્સથી માર્કશીટ તપાસી શકશો.

    GSEB SSC HSC રિઝલ્ટ આ રીતે કરો ચેક

    1. સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
    2. સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
    3. સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
    4. સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
    5. સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

    WhatsApp પર જુઓ Gujarat Board Result

    ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને વોટ્સએપ પર માર્કશીટ ચેક કરવાનો વિકલ્પ આપે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને પણ તેમનું રિઝલ્ટ મેળવી શકે છે. વધુ વિગતો માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો.

    વર્ષ 2022 માં GSEB SSC 10માનું રિઝલ્ટ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. GSEB SSC 10 મા પરિણામની સાથે બોર્ડના અધિકારીઓ દ્વારા સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 65.18 ટકા રહી છે.

Published On - 6:33 am, Thu, 25 May 23