ચેતવાનો સમય આવી ગયો છે! ઉત્તર ગુજરાત અને કચ્છના 30 તાલુકામાં ભૂગર્ભજળ ખલાસ

|

Sep 28, 2021 | 6:53 PM

ગુજરાતમાં ભૂગર્ભજળને લઈને ચિંતા વધી છે. ઘણા તાલુકા એવા છે જ્યાં ભૂગર્ભજળ સાવ ખલાસ થઇ ગયા છે અથવા પૂરા થવાના આરે છે.

ચેતવાનો સમય આવી ગયો છે! ઉત્તર ગુજરાત અને કચ્છના 30 તાલુકામાં ભૂગર્ભજળ ખલાસ
Groundwater depletion in 30 talukas of North Gujarat and Kutch (File Image)

Follow us on

ગુજરાતમાં ભૂગર્ભજળની (Groundwater in Gujarat) સ્થિતિ ખુબ ગંભીર છે. ગુજરાત વિધાનસભામાં સોજીત્રાના ધારાસભ્યએ પૂછેલા ભૂગર્ભજળને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. જેનો લેખિત જવાબ જળસંપત્તિ વિભાગે આપ્યો છે. જી હા રાજ્યના અમુક તાલુકામાં ભૂગર્ભજળ (Groundwater) રેડ એલર્ટ પર છે. આવી સ્થિતિ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકામાં જોવા મળી રહી છે. આ આંકડા સરકારે જાહેર કર્યા છે. સરકારના સત્તાવાર રિપોર્ટ પ્રમાણે પાંચ જિલ્લાના 30 તાલુકામાં સરકારે કેટલાક નિયંત્રણો મુકવા પડ્યા છે. જેમાં બોરવેલની મંજૂરી આપતાં પરમિશન અને એ નિયમો જોવા પડે છે.

આ તાલુકા એવા છે જ્યાં ભૂગર્ભજળ સાવ ખલાસ થઇ ગયા છે અથવા પૂરા થવાના આરે છે. આ લીસ્ટમાં PM મોદીના વડનગર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીના રાજકીય વિસ્તાર કડી અને મહેસાણાનું પણ નામ છે. ભૂગર્ભજળ ખતમ થવું અહવા ખતમ થવાના આરે હોવું એ ખુબ મોટી સમસ્યા કહી શકાય.

આંકડા આપતાં જણાવ્યું હતું કે ભૂગર્ભ જળની સૌથી ખરાબ અસર મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં છે. આ જિલ્લામાં ખેડૂતો ઉપરાંત લોકો ભૂગર્ભ જળને વધુ પ્રમાણમાં ખેંચી રહ્યાં છે તેથી સરકારે કેટલાક નિયંત્રણો મૂક્યાં છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જળસંપત્તિ વિભાગેના જણાવ્યા અનુસાર ક્રિટીકલ બનેલા આ તાલુકાઓમાં જળસંપત્તિ વિકાસ નિગમ દ્વારા સૂક્ષ્મ સિંચાઇના કામો હાથ ધરવામાં આવ્યા છે. અને આ ઉપાય દ્વારા ભૂગર્ભજળનો વપરાશ ઘટાડવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની રિચાર્જની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વિભાગે જણાવ્યા અનુસાર સૂક્ષ્મ સિંચાઇ અપનાવી હોય તેવા ખેડૂતોને જ બોરવેલની મંજુરી આપવામાં આવે છે.

ચાલો તમને જણાવી દઈએ કે કયા તાલુકામાં ભૂગર્ભજળને લઈને ચિંતા વધી છે. તો તેમાં દહેગામ, ગાંધીનગર, કલોલ, માણસા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, લાખણી, થરાદ, વડગામ, ભચાઉ, માંડવી, મહેસાણા, કડી, સતલાસણા, બેચરાજી, જોટાણા, ખેરાલુ, ઉંઝા, વિજાપુર, વિસનગર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ આ બાબતને લઈને કેન્દ્રએ રાજ્યને ચેતવણી પણ આપી હતી. ખરેખરમાં તો ગુજરાતમાં એટલી બધી માત્રામાં ભૂગર્ભ જળનું દોહન થયું છે કે ખુદ કેન્દ્રએ ચેતવણી આપવી પડી હતી કે ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન નહીં થાય તો રાજયમાં પીવાના પાણીની મોટી સમસ્યા ઉદ્દભવી શકે છે.

 

આ પણ વાંચો: Patan: અતિભારે વરસાદની આગાહીને લઈ તંત્ર સતર્ક, કલેકટરે અધિકારીઓને આપ્યા આ ઓર્ડર

આ પણ વાંચો: BHAVNAGAR : સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ અઠવાડિયામાં છઠ્ઠીવાર ઓવરફલો

Next Article