Gram Panchayat Election : નવસારી જિલ્લાનું એક માત્ર સમરસ ગામ દાંડી, જયાં 51 વર્ષથી પંચાયતની ચૂંટણી યોજાઇ નથી

|

Dec 03, 2021 | 5:52 PM

નવસારીના દાંડી ગામમાં આજે પણ ગાંધી મૂલ્યો જળવાયા હોય એમ ગામના દરેક ફળિયાના સ્વરાજ ફળિયું, આઝાદ ફળિયું જેવા નામોથી ઓળખાય છે. અને જિલ્લાની એક માત્ર પ્રથમ સમરસ પંચાયત તરીકે જીવંત છે.

Gram Panchayat Election : નવસારી જિલ્લાનું એક માત્ર સમરસ ગામ દાંડી, જયાં 51 વર્ષથી પંચાયતની ચૂંટણી યોજાઇ નથી
દાંડી ગામ-નવસારી જિલ્લો

Follow us on

Gram Panchayat Election : સમગ્ર રાજ્યમાં 10,000થી વધુ ગ્રામપંચાયત ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. ત્યારે નવસારી (Navsari) જીલ્લામાં પણ 310 ગામપંચાયતની ચૂંટણી યોજાશે. પરંતુ જીલ્લાનું દાંડી ગામ (DANDI) એક એવું ગામડું છે. જ્યાં 51 વર્ષથી પંચાયતની ચૂંટણી યોજાઈ જ નથી. જ્યારે આ વર્ષે પણ દાંડીએ (Samaras village)સમરસ ગ્રામપંચાયત બની રહેશે.

દેશની આઝાદીમાં મુખ્યભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીજી (Gandhi) નવસારીના દાંડી ગામે હાલમાં પણ જીવંત બનીને લોક હૃદયમાં બિરાજી રહ્યા છે, ત્યારે આઝાદીનું પ્રવેશદ્વાર ગણાતા ગાંધીના દાંડીમાં આઝાદીની ચળવળને યાદ કરીને ઐતિહાસિક લડતનું સાક્ષી દાંડી ગામ સમરસ ગ્રામ પંચાયત તરીકે હાલ પણ અડીખમ છે. આઝાદીની ઐતિહાસિક ઘટનાને (DANDI) દાંડી ગામના જન-માનસમાંથી ભુલાતી નથી. અને ગામજનો પણ ન ભૂલ્યા હોય એમ છેલ્લા 51 વર્ષથી ગામમાં સરપંચની ચૂંટણી થઇ નથી. જ્યાં માત્ર સર્વાનુમતે સરપંચની(Sarpanch) પસંદગી જ થાય છે. અને આ વર્ષે પણ સરપંચની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. જેને કારણે આ વર્ષે પણ દાંડી ગામ પંચાયત જીલ્લાની પ્રથમ સમરસ ગામ પંચાયત બની જશે.

દેશની આઝદી પછી જેવું ગાંધીમૂલ્યોનુ સિંચન થવું જોઈએ એટલા પ્રમાણમાં થઇ શક્યું નથી. જે આપણા દેશની નબળાઇ કહી શકાય. પરંતુ ગાંધી બાપુને હજીપણ જીવંત જોવા હોય તો પવિત્ર ગણતા દાંડી ગામે (DANDI) જોઇ શકાય છે ભલે બાપુએ દેહ છોડ્યો છે. પરંતુ વિચારો દાંડી ગામના લોકો માટે મીઠું સંભારણું બની ગયા છે. જેના કારણે ગંદા રાજકારણથી દાંડી ગામ દુર રહ્યું છે. જ્યારથી પંચાયતી રાજની શરૂઆત થઇ ત્યારથી દાંડી ગામે ચુંટણી થઇ નથી. અને ગ્રામજનો મળીને ગામના યુવાનો ભેગા મળી નક્કી કરીને આજ સુધી કાર્યભાર સાંભળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ગાંધી (Gandhi) વિચારોને આજની પેઢી અપનાવવા માટે તૈયાર નથી એવું કેટલીક જગ્યાએ જોવા મળી રહ્યું છે. પરંતુ દેશને આઝાદ કરનાર બાપુ એવા વિભૂતિ હતા. કે એમના જીવન ચારિત્ર્ય પર ૪૦ હજાર પુસ્તકો લખાયા છે અને વિશ્વની દરેક ભાષામાં અનુવાદ થયું છે. ત્યારે નવસારીના દાંડી ગામમાં આજે પણ ગાંધી મૂલ્યો જળવાયા હોય એમ ગામના દરેક ફળિયાના સ્વરાજ ફળિયું, આઝાદ ફળિયું જેવા નામોથી ઓળખાય છે. અને જિલ્લાની એક માત્ર પ્રથમ સમરસ પંચાયત તરીકે જીવંત છે.

Next Article