AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unorganized sector ના શ્રમિકોની ઓનલાઇન નોંધણી કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

અસંગઠિત ક્ષેત્ર (Unorganized sector) ના શ્રમિકોના કલ્યાણ માટે 10 લાખ શ્રમિકોની ઓનલાઈન નોંધણી કરી તમામને આધાર લીંન્કડ U-WIN સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. આ આધાર લીન્કડ સ્માર્ટ કાર્ડથી શ્રમિક કલ્યાણ યોજનાઓના લાભો શ્રમિકોને સરળતાથી મળશે.

Unorganized sector ના શ્રમિકોની ઓનલાઇન નોંધણી કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
CM Vijay Rupani launched e-Nirman portal & mobile app
| Updated on: Jun 08, 2021 | 5:20 PM
Share

અસંગઠિત ક્ષેત્ર (Unorganized sector) ના બાંધકામ શ્રામીકોની ઓનલાઇન નોંધણી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગાંધીનગરથી શ્રમ-રોજગાર મંત્રી દિલીપ ઠાકોરની ઉપસ્થિતીમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસંગઠિત ક્ષેત્રના બાંધકામ શ્રમિકો (Construction workers) ની નોંધણી માટે ઇ-નિર્માણ પોર્ટલ (e-Nirman portal) અને મોબાઇલ એપનું લોન્ચીંગ કર્યું હતું. બાંધકામ શ્રમિકો-અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પરંપરાગત ‘લાલ ચોપડી’માંથી મુક્તિ અપાવી ઓનલાઇન નોંધણીથી સ્માર્ટ કાર્ડ આપવાનો સૌપ્રથમ નવતર અભિગમ ગુજરાત સરકારે (Govt of Gujarat) અપનાવ્યો છે.

10 લાખ શ્રમિકોને અપાશે U-WIN સ્માર્ટ કાર્ડ આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ કહ્યું કે રાજ્યની વિકાસયાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર (Unorganized sector) ના શ્રમિકોના કલ્યાણ માટે 10 લાખ શ્રમિકોની ઓનલાઈન નોંધણી કરી તમામને આધાર લીંન્કડ U-WIN સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. આ આધાર લીન્કડ સ્માર્ટ કાર્ડથી શ્રમિક કલ્યાણ યોજનાઓના લાભો શ્રમિકોને સરળતાથી મળશે.

રાજ્યના વિકાસમાં શ્રમિકોનું મહત્વનું પ્રદાન : મુખ્યપ્રધાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાતની ઔદ્યોગિક વિકાસ સહિતની વિકાસ યાત્રામાં લેબર પીસ-શ્રમિકોની શાંતિ, ઝિરો મેન ડેયઝ લોસ, તાળાબંધી કે હડતાળ વગરનું ગુજરાતની જે છબિ છે તેમાં સૌ શ્રમિકોનું મહત્વનું પ્રદાન છે. આવા સૌ શ્રમિકોના કલ્યાણની ચિંતા કરીને બેલેન્સ જળવાઇ રહે તેવા ભાવથી કામદારો-શ્રમિક વર્ગોના સર્વાંગી વિકાસ માટે યુ-વીન કાર્ડને આધાર સાથે જોડીને એક જ કાર્ડથી બધી યોજનાઓનો લાભ તેમને આપવાની ગુજરાત સરકાર (Govt of Gujarat) ની પ્રતિબદ્ધતા છે.

રાજ્યમાં 21,291 કોમન સર્વિસ સેન્ટર પર થશે નોંધણી રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપ ઠાકોરે કહ્યું કે રાજ્યમાં કુલ શ્રમયોગીઓ પૈકી અસંગઠિત શ્રમયોગીની સંખ્યા અંદાજિત 82 ટકા છે ત્યારે આ અસંગઠિત ક્ષેત્ર (Unorganized sector) ના શ્રમયોગીઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ચાલતી કલ્યાણકારી યોજનાનો લાભ મળે તે જરૂરી છે.

અત્યાર સુધી શ્રમયોગીને પોતાના કામનો સમય બગાડીને અથવા રજા પાડીને સરકારી કચેરીમાં નોંધણી કરાવવા જવું પડતું હતું. હવે તેઓ આ ઇ-નિર્માણ પોર્ટલ (e-Nirman portal) અને મોબાઇલ એપ તેમજ કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી નોંધણી કરાવી શકશે. આ માટે સરકારે રાજ્યમાં 21,291 કોમન સર્વિસ સેન્ટર પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ સહાય અસંગઠિત ક્ષેત્ર (Unorganized sector) ના શ્રમયોગીઓ પૈકી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનામાં અપાતી સહાય અંગે મંત્રીએ જણાવ્યું કે, પ્રસૃતિ સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકની પત્નીને અગાઉ રૂ.5000 સહાય તેમજ રૂ.2000 વધુ ઉચ્ચકની રકમ આપવમાં આવતી હતી. પણ હવે આ સહાયમાં રૂ.20,000 હજારની વધારાની મંજૂરીથી હવે કુલ રૂ.27,500 સહાય આપવામાં આવે છે.

આ ઉપરંત મુખ્યમંત્રી ભાગલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત પુત્રીના જન્મ પ્રસંગે રૂ.10 હજારનો બોન્ડ, રાજ્યમાં કોઇપણ શ્રમિકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો આવા શ્રમિકના વારસદારને મૃત્યુ સહાય અંતર્ગત રૂ.3 લાખની સહાય, બાંધકામ શ્રમિકના મૃત્યુ બાદ તેની અંતિમ ક્રિયા માટે બાંધકામ બોર્ડમાંથી સહાય આપવામાં આવે છે.

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">