AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravalli: ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાની તબિયત કથળી, વધુ સારવાર માટે ચેન્નાઇ ખસેડાયા, બે સપ્તાહ પહેલાં કોરોના થયો હતો

Aravalli: ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારાની તબિયત કથળી, વધુ સારવાર માટે ચેન્નાઇ ખસેડાયા, બે સપ્તાહ પહેલાં કોરોના થયો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 2:22 PM
Share

ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા બે સપ્તાહ પહોલાં કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જોકે તેમનાં ફેફસાંમાં વધુ તકલીફ જણાતા હવે વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇની લઈ જઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે

ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા (MLA Dr. Anil Joshiyara)  બે સપ્તાહ પહોલાં કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે તેમનાં ફેફસાંમાં વધુ તકલીફ જણાતા હવે વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇ લઈ જવાયાં છે જ્યાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના (Corona)ના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) શરુ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારા પણ કોરોના સંક્રમિત (Corona positive) થયા છે. જો કે ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારાની તબિયત હાલમાં ખૂબ નાજુક છે.

પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા કોરોનાથી સંક્રમિત થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારાની અચાનક તબીયત લથડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે. સિમ્સ હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છેલ્લા ત્રણેક દિવસથી તેઓ વેન્ટિલેટર પર છે. અનિલ જોશીયારાની તબિયત લથડતા કોંગ્રેસના ટોચના નેતાઓએ પરિવારજનોનો સંપર્ક કરી જોશીયારાના ખબરઅંતર પૂછ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે જોશીયારાને એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં ધારાસભ્ય જે.વી.કાકડિયા, રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી, પ્રધાન જીતુ ચૌધરી, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર કોરોના સંક્રમિત થયા છે. તમામ હોમ આઈસોલેશનમાં છે. બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ , કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: બિલ્ડરો જૂથો પર ઇન્કમટેક્સ વિભાગનો સાપટો, શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા

આ પણ વાંચોઃ Gujarat માં આજે જાહેર થઇ શકે છે કોરોનાની નવી ગાઈડલાઇન, મળી શકે આ છૂટછાટો

g clip-path="url(#clip0_868_265)">