હવે કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત, થંડર સ્ટોર્મના કારણે આ જિલ્લામાં પડી શકે છે વરસાદ

|

May 26, 2022 | 7:34 AM

હવામાન વિભાગે(Metrological Department)  આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેશે.

હવે કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત, થંડર સ્ટોર્મના કારણે આ જિલ્લામાં પડી શકે છે વરસાદ
Heat wave ( File Photo)

Follow us on

રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી (Premonsoon Activity) શરૂ થઈ ગઈ છે. થંડર સ્ટોર્મના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદની (Rain Forecast) આગાહી પણ કરવામાં આવી છે. જેથી કાળઝાળ ગરમીમાં તપી રહેલા રાજ્યવાસીઓને હવે ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગે(Metrological Department)  આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેશે. જેના કારણે રાજ્યમાં અમુક અંશે ગરમી હજુ યથાવત રહી શકે છે. ગઈ કાલે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે આજે તાપમાનમાં એક ડિગ્રી વધારો થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

જોકે સાથે જ હવામાન વિભાગે ગરમી વચ્ચે રાહતના સમાચાર આપતી પણ આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીને લઈને વરસાદની થઈ શકે છે.આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat)  દમણ, વલસાડ અને નવસારીમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ થવાની શક્યતા છે. એટલું જ નહીં હવામાન વિભાગે 27 થી 29 તારીખ સુધી ફિશરમેન વોર્નિંગ પણ આપી છે. હવામાન વિભાગે જણાવ્યું કે નોર્થ અરેબિયનશીમાં 50 કિમિ ઝડપે સ્ટ્રોંગ પવન ફૂંકાઇ શકે છે. જેથી ફિશરમેનને હાલ દરિયો (ocean) ન ખેડવાની સુચના આપવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં વરસાદ

ગઆ કાલે વહેલી સવારથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દેવગઢ બારીયા, ધાનપુર વિસ્તારમાં વરસાદ પણ પડ્યો છે. છેલ્લા ચાર દિવસથી દાહોદ જિલ્લામાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે. વરસાદ પડતા દાહોદ જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તાપી જિલ્લામાં વરસાદી ઝાપટા

બીજી તરફ તાપી જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. ડોલવણના ગડત ગામ સહિત આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો પવન ફુંકાયો છે.

નવસારીમાં પણ વરસાદ

નવસારી જિલ્લાના ગણદેવીના ધોલાઈ બંદર પર ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા છે. ધોલાઇ બંદર અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે વરસાદ પડતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.આ સાથે ગઈ કાલે વલસાડમાં પણ અમીછાંટણા થયા હતા.

Next Article