Monsoon Health Tips: પ્રથમ વરસાદમાં ભિંજાવાની મજા બની શકે છે સજા, થઈ શકે છે આ નુકસાન

બાળકોથી (Children )માંડીને મોટેરાઓ વરસાદમાં (Rain )પલળતા હોય છે પરંતુ પહેલા વરસાદમાં ન્હાવાથી તેની આરોગ્ય પર નકારાત્મક અસરો થઈ શકે છે. માટે આરોગ્યને લગતી બાબતને અવગણવી ન જોઈએ.

Monsoon Health Tips: પ્રથમ વરસાદમાં ભિંજાવાની મજા બની શકે છે સજા, થઈ શકે છે આ નુકસાન
Monsoon Health Tips: Soaking in the first rain can be fun. Punishment can happen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 6:19 AM

ગરમીથી (Summer)ત્રસ્ત થયેલા લોકો હવે વરસાદની (Rain)ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ત્યારે બધામાં એવી આતુરતા જોવા મળી રહી છે કે કયારે વરસાદ પડે ને ક્યારે મન મૂકીને વરસાદમાં પલળી જઈએ. જો તમે પણ આવું જ વિચારતા હો તો થોડા થોભી જઇને આ બાબતો ઉપર જરૂરથી ધ્યાન આપજો. નહિતર તમે પહેલા વરસાદની મજા માણશો અને કેટલીક મુસીબતોને પણ ઘરે લઈ આવશો. વર્ષાઋતુ હવે થોડા દિવસોમાં શરૂ થઈ જશે. ત્યારે તમામ વ્યક્તિ આતુર છે કે કયારે રિમઝિમ વરસાદમાં પલળવા મળે. બાળકોથી (Children )માંડીને મોટેરાઓ વરસાદમાં (Rain )પલળતા હોય છે પરંતુ પહેલા વરસાદમાં ન્હાવાથી તેની આરોગ્ય પર નકારાત્મક અસરો થઈ શકે છે. માટે આરોગ્યને લગતી બાબતને અવગણવી ન જોઈએ.

ત્વચાને લગતી સમસ્યામાં વધારો

સૌ પ્રથમ તો એ જાણી લો કે પ્રથમ વરસાદમાં આકાશમાંથી પાણીની સાથે સાથે જે ધૂળ, કચરો વાતાવરણમાં ફેલાયેલો છે તે નીચે આવે છે. આ વરસાદી પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય છે. મોટા ભાગે લોકો આ બાબતથી અજાણ હોય છે. આ પ્રદૂષિત પાણીને કારણે તમારી ત્વચા પર રેશિઝ થઈ શકે છે તો ખિલ અને ફોડકીની સમસ્યા પણ થઈ શકે છે. બાળકોની ત્વચા વધારે કુમળી હોય છે તો આ પાણીના કારણે બાળકોને ખંજવાળ આવવાની સમસ્યા થઈ શકે છે. ચોમાસામાં વરસાદી પાણીના કારણે સ્કીન પ્રોબ્લેમ સૌથી વધુ થાય છે.

રોગપ્રતિકારક શક્તિ ખોરવાવી

વરસાદ આવતા પહેલા મોટા ભાગે તાપમાન 44- 47 ડિગ્રી રહેતું હોય છે જ્યારે વરસાદ આવે ત્યારે તે પ્રિ -મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે આવે છે. વરસાદ આવે ત્યારે સ્વાભાવિક રીતે જ તાપમાન ઘટે છે. એવા સમયે બહારના તથા શરીરના તાપમાનની સમતુલા જળવાતી નથી. આથી અચાનક આવેલા વરસાદમાં પલળવાને કારણે ઇમ્યૂન સિસ્ટમ પર અસર થાય છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

વાળ રૂક્ષ થવા

વરસાદી પાણી સીધું માથા પર પડે છે તેના કારણે માથાના વાળને સૌથી વધુ નુકસાન થાય છે. જેમ ત્વચાને પ્રદૂષિત પાણી અસર કરે છે તે જ રીતે વાળને પણ નુકસાન કરે છે. પ્રથમ વરસાદના પ્રદૂષિત પાણીને કારણે માથામાં ફોડકી, અળાઈ કે માથામાં ખંજવાળ આવવી અને ખોડાની સમસ્યા સર્જાઈ શકે છે પ્રદૂષિત પાણીને લીધે વાળ રૂક્ષ પણ થઈ શકે છે.

કફ અને ખાંસી

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે શરદી અને ખાંસી ત્યારે જ થાય છે જ્યારે શરીરનું અને બહારનું તાપમાન ખોરવાઇ જાય. એકદમ ગરમ તાપમાનમાંથી ઠંડા વાતાવરણમાં જવાથી શરીરની સમતુલા ખોરવાય છે. તેના કારણે શરદી અને ખાંસીની સમસ્યા વકરે છે. માટે જ્યારે ત્રણ -ચાર વાર વરસાદ આવી જાય ત્યાર પછી જ વરસાદમાં ન્હાવાનો આનંદ માણવો જોઈએ.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">