AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : સુરતમાં બીજી લહેરમાં પહેલીવાર આઇસીયુ, વેન્ટિલેટર પર એકપણ દર્દી નહિ

સુરતીઓ માટે સારા સમાચાર છે કે કોરોનના હવે શહેરમાં ફક્ત 1 જ કેસો નોંધાયા છે. અને આઈસીયુ અને વેન્ટિલેટર પર એકપણ દર્દી દાખલ નથી.

Good News : સુરતમાં બીજી લહેરમાં પહેલીવાર આઇસીયુ, વેન્ટિલેટર પર એકપણ દર્દી નહિ
Good News: For the first time in a second wave, not a single patient on ICU, ventilator
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 8:29 AM
Share

કોરોનાની(corona )બીજી લહેર હવે શાંત થઇ ગઈ છે. વિવિધ હોસ્પિટલ તરફથી મળી રહેલા આંકડા તો એ જ સાબિત કરી રહ્યા છે.કારણ કે હોસ્પિટલોમાં હવે કોરોના ના ગંભીર દર્દીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. સોમવારે સુરતમાં કોરોનાના ફક્ત બે જ કેસો સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં એક અને જીલ્લ્લામાં એક કેસ નોંધાયા છે.

પાછલા ચાર દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના ફક્ત બે જ કેસો સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે સારી વાત(good news) તો એ પણ છે કે આ વખતે આઇસીયુ અને વેન્ટિલેટર પર કોરોનાનો એક પણ દર્દી નથી. એટલે કે આ આંકડો શૂન્ય થઇ ગયો છે.ત્યાં જ જો મૃત્યુઆંકણી વાત કરીએ તો નવા કેસો ઘટવા ની સાથે સાથે મૃત્યુનો સિલસિલો પણ અટકી ગયો છે. પાછળ 16 દિવસથી સુરતમાં કોરોનાથી એકપણ મૃત્યુ થયું નથી. છેલ્લી વાર 17 જુલાઈના રોજ એકનું મોત થયું હતું તે પછી એક પણ મૃત્યુ નોંધાયું નથી. એટલે કે આ આંકડો પણ શૂન્ય થઇ ગયો છે.

નોંધનીય છે કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં(surat civil hospital )કોરોનાના 10 પોઝિટિવ દર્દીઓ દાખલ છે. આઈસીયુ અને વેન્ટિલેટર પર એકપણ દર્દી દાખલ નથી. ત્યાં  જ બાયપે  અને ઓક્સિજન પર 3-3 દર્દીઓ દાખલ છે. બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલમાં પણ આઇસીયુ, વેન્ટિલેટર અને બાયપેપ  પર એક પણ દર્દી દાખલ નથી. જયારે ઓક્સિજન પર ફક્ત 2 જ દર્દી દાખલ છે. સ્મીમેરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા ફક્ત 4 જ છે.

સારા સમાચાર : સુરતમાં એક અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ 1 એટલે કે ફક્ત 2 જ કેસો સામે આવ્યા છે. અત્યારસુધી 1,42,495 કેસો નોંધાઈ ચુક્યા છે. જયારે અત્યારસુધી 2114 દર્દીઓના મોત થઇ ચુક્યા છે. પહેલીવાર સુરતમાં ફક્ત એક જ કેસ સામે આવ્યો છે. આ પહેલા 16 માર્ચ,2020ના રોજ કોરોના નો પહેલો કેસ નોંધાયો હતો એટલું જ નહિ આ પહેલા 22 ફેબ્રુઆરી,2021ના રોજ આઇસીયુ  અને વેન્ટિલેટર પર એક પણ દર્દીનુ હતો ત્યારે સિવિલમાં ફક્ત 35 દર્દીઓ જ દાખલ હતા. જોકે ચિતા હવે એ વાતની છે કે લોકો કોરોનને ભૂલીને ફરી ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">