Summer 2022: ગીર સોમનાથ જિલ્લાવાસીઓ માટે ખુશ ખબર, પાણીની સમસ્યા પર જાણો શું કહ્યું સિંચાઈ વિભાગે

|

May 07, 2022 | 7:47 AM

સૌરાષ્ટ્રમાં (Saurashtra) ગત વર્ષે ચોમાસુ (Monsoon) ખૂબ સારું રહ્યું હતું. જેથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 100 ટકા સુધી ભરાઈ ગયા હતા.

Summer 2022: ગીર સોમનાથ જિલ્લાવાસીઓ માટે ખુશ ખબર, પાણીની સમસ્યા પર જાણો શું કહ્યું સિંચાઈ વિભાગે
Hiran dam (File Image)

Follow us on

ગુજરાતમાં (Gujarat) ઉનાળા (Summer ) દરમિયાન અનેક સ્થળોએ પાણીની અછતની ફરિયાદો સામે આવી છે. જો કે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લા માટે મહત્વની વાત એ છે કે અહીં આ વર્ષે પાણીની સમસ્યાનો સામનો લોકોએ નહીં કરવો પડે. સિંચાઇ વિભાગના (Irrigation Department)જણાવ્યા પ્રમાણે જિલ્લામાં આવેલા પાંચેય ડેમોમાં હાલ સારા પ્રમાણમાં પાણી છે. જેના કારણે લોકોને પીવાના અને ખેડૂતોને સિંચાઇના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

સૌરાષ્ટ્રમાં ગત વર્ષે ચોમાસુ ખૂબ સારું રહ્યું હતું. જેથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 100 ટકા સુધી ભરાઈ ગયા હતા. હવે આ વર્ષે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે પણ ગીર સોમનાથ જિલ્લાનાં તમામ ડેમોની સ્થિતિ ખૂબ સારી છે. ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યુ છે. ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. જેમાં શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ, હિરણ-1 અને હિરણ-2. આ પાંચેય ડેમોમાં હાલ પૂરતા પ્રમાણમાં પાણી ભરાયેલું છે. રવિપાક માટે જિલ્લાનાં ખેડૂતોને કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે. તો ઉનાળુ પાક માટે પણ સિંચાઈનું પાણી આપવામાં આવશે. આમ છતાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં બચશે.

ગીરનાં ડેમોનો પાણીની વર્તમાન સ્થિતિ જોઈએ તો હિરણ-1 માં 850 MCFT પાણી છે, હિરણ-2 ડેમમાં 750 MCFT , શીંગોડા ડેમમાં 700 MCFT છે. રાવલ અને મચ્છુન્દ્રી ડેમમાં પણ આશરે 900 MCFT પાણીનો જીવંત જથ્થો સંગ્રહાયેલો છે. તો સાથે જ ગીરમાં આવેલા ડેમના કમાન્ડ વિસ્તારમાં બંને પાણી પૂરતા પ્રમાણમાં કેનાલ મારફતે ખેડૂતોને મળી રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ સાથે પીવાનું પાણી પણ ઉના,દીવ, કોડીનાર,વેરાવળ અને તાલાળા શહેરને વ્યવસ્થિત મળી રહે તેટલો પાણીનો જથ્થો ગીરનાં ડેમોમાં સચવાયેલો છે. તો વન્ય પ્રાણીઓ માટે 100 MCFT પાણીનો જથ્થો અનામત રાખવામાં આવશે. આમ ગીરનાં ડેમોમાં 50 થી 80 ટકા જેટલું પાણી આકરો ઉનાળો હોવા છતાં હજુ સચવાયેલું છે. સૌરાષ્ટ્રનાં અન્ય ભાગોમાં ઉનાળા દરમિયાન કદાચ પાણીની તંગી અનુભવાય. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ક્યાય ઉનાળાનાં 4 મહિના દરમિયાન પાણીની તંગી રહેશે નહીં.

વર્તમાન સમયમાં ગીરનાં ડેમોની સ્થિતિ ખુબજ સારી છે. જેને લઈ ખેડૂતો અને ગીર સોમનાથ જિલ્લાનાં ખેડૂતોમાં રાહતનો અનુભવ છે. ગીર જંગલમાં જે વરસાદ પડે છે તે તમામ પાણી આ પાંચ ડેમોમાં ઠલવાય છે. સૌરાષ્ટ્રનો આ પ્રદેશ અદભુત ભૌગોલિક સ્થિતિ ધરાવતો હોવાથી પાણીના ભંડાર ભરપૂર રહે છે. જો આ વર્ષે ચોમાસું ખેંચાય તો પણ ઓગષ્ટ માસ સુધી ચાલે તેટલું પાણી ગીરનાં તમામ ડેમોમાં છે. એક હિરણ-2 ડેમમાં સામાન્ય ઘટ આવવાની શક્યતા છે તે પણ ઓગષ્ટ માસ પછી. જેના કારણે ગીર સોમનાથ જિલ્લાના રહેવાસીઓમાં રાહતનો અનુભવ છે.

Next Article