ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ઉમેજ સહિતના ગામો છેલ્લા 20 વર્ષથી એસટી બસની સુવિધાઓથી વંચિત

|

Feb 16, 2022 | 1:53 PM

પાતાપુર ઉમેજ વગેરે ગામના લોકો છેલ્લા 20 વર્ષથી એસટીના અભાવે ખાનગી વાહનોમાં ઉના પહોંચે છે તો વિદ્યાર્થીઓ પણ ભારે પરેશાની ભોગવે છે ત્યારે એસટી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ઉમેજ સહિતના ગામો છેલ્લા 20 વર્ષથી એસટી બસની સુવિધાઓથી વંચિત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ઉમેજ સહિતના ગામો છેલ્લા ૨૦ વર્ષથી એસટી બસની સુવિધાઓથી વંચિત

Follow us on

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપુર ઉમેજ સહિતના ગામો છેલ્લા 20 વર્ષથી એસટી બસની સુવિધાઓથી વંચિત છે તાજેતરના ચૂંટાયેલા શિક્ષિત મહિલા સરપંચ અરુણાબેન ને તાકીદે એસટી બસ શરૂ કરવા માંગ કરી છે.

છેલ્લા 20 વર્ષથી ઉનાથી પંદર કિલોમીટર દૂર આવેલા પાતાપુર ગામે એસટી બસ આવતી નથી ત્યારે તાજેતરમાં પાતાપુર ગામના શિક્ષિત મહિલા સરપંચ અરુણાબેન પટેલ પાતાપુર ઉમેજ સહિતના ગામોના સરપંચોને સાથે રાખી એસ.ટી. ના ઉચ્ચ અધિકારીઓને આ ગામોમાં એસટી બસ શરૂ કરવા માગ કરી છે.

સ્થાનિક સરપંચ અરુણાબેન ને જણાવ્યું છે કે પાતાપુર ઉમેજ સહિતના ગામો ખેતી આધારિત અને મધ્યમ વર્ગના લોકો હોય જેથી તમામ ખરીદી માટે પંદર કિલોમીટર દૂર ઉના જવું પડે છે સાથે વિદ્યાર્થીઓને પણ વધુ શિક્ષણ માટે ઉના જવું ફરજીયાત છે ત્યારે આ ગામમાં તાકીદે એસ.ટી.ની સુવિધા શરૂ કરવા માંગ કરી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

પાતાપુર ઉમેજ વગેરે ગામના લોકો છેલ્લા 20 વર્ષથી એસટીના ભાવે ખાનગી વાહનોમાં ઉના પહોંચે છે તો વિદ્યાર્થીઓ પણ ભારે ટાઢ તડકો કે વરસાદ ના સમયમાં ભારે પરેશાની ભોગવી છે ત્યારે એસટી શરૂ કરવામાં આવે તો ભારે માત્રામાં લોકોને ઉના જવા અને આવવા માં સુવિધા મળી રહે જેથી ઉના થી પાતાપુર એસટી બસ સુવિધા જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ પણ વાંચોઃ Bhavnagar: જયપુરમાં અકસ્માતથી મૃત્યુ પામનાર પોલીસ કોન્સ્ટેબલના પાર્થિવ દેહ એરક્રાફ્ટથી વતન લવાયા, એરપોર્ટથી અંતિમયાત્રા કઢાઇ

આ પણ વાંચોઃ Ambaji: 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાયો, અંબાજીના માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી

Next Article