Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy: જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

Cyclone Biparjoy: જામનગરના અંધાશ્રમ આવાસમાંથી 1500 જેટલા લોકોનું કરાયું સ્થળાંતર, શાળાઓમાં બે દિવસની રજા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 12:28 PM

વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરમાં બિપરજોયના ખતરાને લઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંધાશ્રમ આવાસમાંથી 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Cyclone Biparjoy : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગરમાં બિપરજોયના ખતરાને લઈ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Biporjoy Cyclone Update: વાવાઝોડા પહેલા ભારે પવન સાથે વરસાદ, પોરબંદર, દ્વારકા અને માંડવીના દરિયાનો કરંટ વધ્યો, જુઓ Video

અંધાશ્રમ આવાસમાંથી 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. કોર્પોરેશનની ટીમે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં જમવા, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના ખતરાને લઈ શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

કંડલા પોર્ટ પર લોકોનું કરાયું સ્થળાંતર

તો બીજી તરફ કંડલા પોર્ટ પરના 6 હજારથી વધુ કામદારોનું સ્થળાંતર કરાયું છે. Y-જેટી 8 નંબરથી તમામને શેલ્ટર હોમમાં સુરક્ષિત રખાયા છે. શ્રમિકો જીવન જરૂરિયાતના સામાન સાથે શેલ્ટર હોમમાં આવ્યા છે. જ્યાં નાના બાળકો પણ છે. શેલ્ટર હોમમાં મોટાપાયે લોકો હોવાને કારણે મોટાપાયે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. સવાર અને સાંજ અહીં 200થી 250 લોકોનું ભોજન તૈયાર થાય છે. સાથે જ અનેક લોકો આફતના સમયે સેવામાં જોડાયા છે. ભોજન વ્યવસ્થામાં 25થી 30 લોકો સેવામાં સતત કાર્યરત છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">