Somnath મંદિરમાં મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ ધરાવાયો, પ્રસાદ 10 હજાર બાળકોને અપાશે

|

Jun 12, 2022 | 11:39 PM

સોમનાથ મહાદેવને( Somnath Mahadev) ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનો 2600 કિલો કેરીનો મનોરથ સોમનાથ મહાદેવને પ્રથમ વખત કરવામાં આવ્યો ભક્તો કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા

Somnath મંદિરમાં  મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ ધરાવાયો, પ્રસાદ 10 હજાર બાળકોને અપાશે
Somnath Mahadev Kesar Mango Prasad

Follow us on

ગુજરાતના(Gujarat)  પવિત્ર યાત્રાધામ સોમનાથ(Somnath)  ખાતે આજે સંધ્યા આરતી શ્રૃંગાર સમયે સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો(Kesar Mango)  મનોરથ કરવામાં આવ્યો.આ કેરી મનોરથ નો પ્રસાદ 10 હજાર થી વધુ બાળકોને વિતરણ કરાશે. સોમનાથ મહાદેવને ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીનો 2600 કિલો કેરીનો મનોરથ સોમનાથ મહાદેવને પ્રથમ વખત કરવામાં આવ્યો ભક્તો કેરીથી વિભુષીત સોમેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.2600 કિલો કેરી વેરાવળ શહેરના હરસિધ્ધી, ભીડીયા, બંદર રોડ, તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા 55 ગામડાઓની કુલ 324 આંગણવાડીઓમાં 324 જેટલી આંગણવાડી મુખ્યસેવિકાઓ તેમજ વર્કર/હેલ્પર બહેનો દ્વારા 3 થી 6 વર્ષની ઉમરના 10,270 જેટલા બાળકોને સોમનાથ મહાદેવના કેરી પ્રસાદનું વિતરણ 2 દિવસના સમય મર્યાદામાં કરવામાં આવશે.આજરોજ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કેરી મનોરથ ની સંકલ્પ પુજા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ એ કરેલી હતી. તેમજ આ સાયમ આરતી દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા

ટ્રસ્ટના 400થી વધુ રૂમો અને 105 જેટલી ખાનગી હોટેલો પણ હાઉસફૂલ

ઉલ્લેખનીય છે કે, આકરો ઉનાળો અને વેકેશનને લઈ સોમનાથ દાદાના શરણે ભારે ભાવિકો ઉમટ્યા છે.. સૌરાષ્ટ્રભરમાં સોમનાથ, દ્રારકા, દિવ સહિત પ્રવાસન સ્થળોમાં ભારે ટ્રાફિક છે. જ્યાં જુઓ ત્યાં હાઉસફુલ, ટ્રસ્ટના 400થી વધુ રૂમો અને 105 જેટલી ખાનગી હોટેલો પણ હાઉસફૂલ છે. સાથે યાત્રિકોના આગમનના કારણે તમામ જગ્યાએ ભારે ટ્રાફિકજામ થયો છે.. કોરોનાકાળ બાદ ભક્તો ભગવાન સોમનાથના ચરણોમાં પહોંચ્યા છે..તો મંદિરની સારી વ્યવસ્થાના કારણે ભાવિકો મુક્ત મને દર્શન કરી ધન્ય બની રહ્યા છે.

કોરોના મહામારી અને લોકડાઉન બાદ નિયંત્રણો હળવા થતા દેશભરમાંથી પ્રવાસીઓ સોમનાથ ધામમાં દર્શન માટે ઉમટી રહ્યા છે.. ફક્ત મે મહિનામાં જ 5 લાખ 38 હજાર લોકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા.. તેમજ કુલ 153 જેટલી ધજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરમાં ચડાવવામાં આવી છે..

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેમાં રસ્તા, પાર્કિગો, હોટેલો, ગેસ્ટહાઉસોમાં જ્યાં નજર કરો ત્યાં ભરચક્ક જોવા મળે છે.. તો ટ્ર્સ્ટનું ઓનલાઈન બુકિંગ ફુલ થયુ હોય તો ખાનગી ગેસ્ટહાઉસ હોટેલોનો ઉંચો ભાવ હોય ત્યારે સામાન્ય પરિવારોની સમસ્યા આ સમયે વધી રહી છે. ઓનલાઈનના કારણે મોટાભાગે લોકો બુકિંગ કરીને આવતા હોય છે.

Next Article