AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, સોમનાથ દાદાના દર્શન કરી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કરાવશે પ્રારંભ

લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ દ્વારા આગામી એક્શન પ્લાન ઘડવાની શરૂઆત કરી છે. આ વચ્ચે ભાજપ (BJP) દ્વારા પણ ચૂંટણીલક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે. આ તમામ વચ્ચે પ્રધાનમંત્રી ફરી વાર ગુજરાત પ્રવાસે આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, સોમનાથ દાદાના દર્શન કરી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કરાવશે પ્રારંભ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 5:56 PM
Share

આગામી 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. જે દરમિયાન તેઓ સોમનાથ દાદાના મંદિરમાં શીષ ઝુકાવશે. મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પણ પ્રારંભ કરાવશે. લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ દ્વારા આગામી એક્શન પ્લાન ઘડવાની શરૂઆત કરી છે. આ વચ્ચે ભાજપ દ્વારા પણ ચૂંટણીલક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે. આ તમામ વચ્ચે પ્રધાનમંત્રી ફરી વાર ગુજરાત પ્રવાસે આવશે. 17 એપ્રિલના રોજ ગૂજરાતના સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચશે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં આપશે હાજરી

વર્ષ 2006માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ સંગમના બીજ રોપાયા હતા. વર્ષ 2006માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમના નેતૃત્વ હેઠળ તમિલનાડુના એક પ્રતિનિધિમંડળે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. મદુરાઈમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સંયુક્ત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે ગુજરાતના સૌરાષ્ટ્રમાથી તમિલનાડુમાં જઇને વર્ષો પહેલા વસેલા અને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા ગુજરાતીઓના લીધે તમિલ અને ગુજરાતી સંસ્કુતિ એક બીજાની પૂરક બની ગઇ છે. તેને લઇને રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ તિમલ સંગમ કર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરતો આ પર્વ તા. 17 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં યોજવામાં આવશે. જેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તમિલ સંગમનો પ્રારંભ કરાવશે.

સોમનાથ મંદિરની પણ અનોખી છે દંતકથા

સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની ધરતી પર PMનો રોડ શો

ખાસ કરીને PMના આગમનની વાત આવે ત્યારે અગાઉથી જ નક્કી થયેલા રુટ પર નગરજનોની ભીડ જોવા મળતી હોય છે ત્યારે સૌરાસ્ટ્રની ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે. જ્યાં ભવ્ય રોડ શો યોજાઇ શકે છે. જેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ફરી વાર સૌરાસ્ટ્રની ધરતી પર મોદી.. મોદી.. ની ગુંજ સંભળાય તો નવાઈ નહિ

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">