Gujarat weather: ફુલ ગુલાબીનું સ્થાન લીધું હાડ ધ્રૂજાવતી ઠંડીએ, વાદળછાયા વાતાવરણ સાથે બદલાયો મોસમનો મિજાજ, જાણો તમારા શહેરનું હવામાન

|

Dec 04, 2022 | 6:45 AM

બે દિવસથી ઠંડીની (Cold) સાથે વાદળછાયા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન પણ હૂંફાળું વાતાવરણ અનુભવાય છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે.

Gujarat weather: ફુલ ગુલાબીનું સ્થાન લીધું હાડ ધ્રૂજાવતી ઠંડીએ, વાદળછાયા વાતાવરણ સાથે બદલાયો મોસમનો મિજાજ, જાણો તમારા શહેરનું હવામાન
Gujarat Weather

Follow us on

રાજ્યમાં ડિસેમ્બરમાં શિયાળો જમાવટ કરી રહ્યો છે હવે ધીરે ધીરે ફુલ ગુલાબીનું ઠંડીનું સ્થાન હાડ ધ્રૂજાવતી ઠંડી લઈ રહી છે. ત્યારે બે દિવસથી ઠંડીની સાથે વાદળછાયા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન પણ હૂંફાળું વાતાવરણ અનુભવાય છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં તો રાત્રિનું તાપમાન 13 ડિગ્રી જેટલું નીચું જઈ રહ્યું છે. હવે દિવસ દરમિયાન પણ ઉનના વસ્ત્રો પહેરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 19 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે.

કચ્છ અને જામનગરવાસીઓ અનુભવશે ઠંડીનો ચમકારો

દાહોદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 36 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી થશે. જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે તીવ્ર ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 23 ડ઼િગ્રી રહેશે.

જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી તથા પોરબંદરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 27 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે.

Next Article