Gir Somnath: કેરીના બગીચા ધરાવતા ખેડૂતોમાં કહી ખુશી અને કહી ગમ, જાણો શું છે કારણ

|

May 15, 2022 | 12:50 PM

ગીર સોમનાથમાં (Gir Somnath) કેરીના બગીચાઓમાં દર વર્ષે લાખોની કેરીઓ પાકે છે. જો કે આ વખતે પણ કેરીઓ તો પાકી છે પરંતુ બધા ખેડૂતો (Farmers) નસીબદાર નથી રહ્યા. કેમ કે આ વર્ષે કેસર કેરીનો 80 ટકા પાક નાશ પામ્યો છે.

Gir Somnath: કેરીના બગીચા ધરાવતા ખેડૂતોમાં કહી ખુશી અને કહી ગમ, જાણો શું છે કારણ
Kesar mango fans will have to pay double this year (Symbolic Image)

Follow us on

સાસણ ગીરના અમૃત એવી કેસર કેરીએ (mango) ક્યાંક ખુશીનો માહોલ બનાવ્યો છે તો ક્યાંક ગમનો. ખુશીનો એટલા માટે કેમ કે ગીર સોમનાથના (Gir Somnath) કેટલાંક બગીચાઓમાં જ્યાં કેરી સારા પ્રમાણમાં પાકી છે એની ભારે કિંમત ઉપજી છે. તો ગમ એટલા માટે કેમકે મોટાભાગના ખેડૂતોનો (farmers) પાક 80 ટકા જેટલો નાશ પામ્યો છે. જેના કારણે મોટા પાયા પર ખેડૂતોને નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે.

ગીર સોમનાથમાં કેરીના બગીચાઓમાં દર વર્ષે લાખોની કેરીઓ પાકે છે. જો કે આ વખતે પણ કેરીઓ તો પાકી છે પરંતુ બધા ખેડૂતો નસીબદાર નથી રહ્યા. કેમકે આ વર્ષે કેસર કેરીનો 80 ટકા પાક નાશ પામ્યો છે. જેને કારણે કેરીની આવક ઓછી છે. તાલાલા યાર્ડમાં 16 દીવસમાં કેસર કેરીના માત્ર 50 હજાર બોક્સની આવક થઈ છે. આ વર્ષે કેસર કેરીના વિક્રમજનક ભાવના કારણે રુપિયા 4 કરોડની ઉપજ થયાનો અંદાજ છે. ગત વર્ષે હરાજી શરુ થયાના પ્રથમ 16 દિવસમાં જ 2 લાખ બોકસ આવ્યા હતા, જેની સરખામણીએ ચોથા ભાગની જ કેરી હાલ યાર્ડમાં પહોંચી શકી છે. કેરીની ખેતી સાથે સંકળાયેલા લોકો તો ત્યાં સુધી કહે છે કે સ્થિતિ એવી ખઈ રહી છે કે આવનારા સમયમાં કેરી જ નામશેષ થઈ જશે.

યાર્ડમાં આ વર્ષે 26મી એપ્રિલથી કેસર કેરીની સીઝન શરૂ થઈ હતી. 16 દિવસમાં યાર્ડમાં 10 કીલોના માંડ-માંડ 50 હજાર બોક્સની આવક થઇ છે. ગત વર્ષે પ્રથમ 16 દિવસમાં યાર્ડમાં 10 કિલોના બે લાખથી પણ વધુ બોક્સની આવક થઇ હતી. તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીના પાકને પ્રથમ તો તાઊતે વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું. એ બાકી હતું તો ગ્લોબલ વોર્મિંગ અને વિવિધ રોગના કારણે કેસર કેરીના પાકને નિષ્ફળ બનાવ્યો. જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

તાલાલા પંથકના 45 ગામમાં આવેલા 15 લાખથી પણ વધુ કેસર કેરીના આંબાના વૃક્ષો પૈકી માત્ર 20 ટકા આંબામાં કેરીનો ફાલ આવ્યો છે. સતત બીજા વર્ષે પણ મોઢે આવેલો કોળિયો છીનવાતા કિસાનોમાં તેમજ કેરીના રસીયાઓમાં હતાશા દેખાય છે.

આ તો થઈ ગમની વાત પણ કેટલાંક ખેડૂતો માટે ખુશીની વાત એ છે કે તેમને કેરીનો સૌથી વધુ ભાવ મળી રહ્યો છે. ઓછા પાકને કારણે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેચાણમાં આવતી કેરીના ભાવ વિક્રમજનક સપાટીએ છે. 16 દિવસમાં યાર્ડમાં આવેલા 50 હજાર બોક્સના રૂ. 4 કરોડથી પણ વધુ રકમની ઊપજ થઈ હોવાથી જેથી અમૂક ખેડૂતોને ભારે રાહત મળી છે, બાકી તો 80 ટકા બગીચાઓ વેરાન બની ચૂક્યા છે. જે ખેડૂતો માટે તો દુઃખની વાત છે જ પણ કેરીના ચાહકો માટે પણ નિરાશાજનક છે.

Next Article