Gujarati video: જૂનાગઢના વંથલીમાં કમોસમી વરસાદ, કેસર કેરીના પાક અંગે ખેડૂતો ચિંતામાં

TV9 GUJARATI

|

Updated on: Mar 17, 2023 | 11:26 PM

ગુજરાતના  હવામાનમાં છેલ્લા કેટલાક દિવસથી મોટો પલટો આવ્યો છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ અને કરાં પડતા ખેત પેદાશોને ભારે નુકસાન થયું છે. જૂનાગઢના વંથલી પંથકમાં કમોસમી વરસાદ થતા કેસર કેરી, ઘઉં અને જીરૂના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાતના  હવામાનમાં છેલ્લા કેટલાક દિવસથી મોટો પલટો આવ્યો છે તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ અને કરાં પડતા ખેત પેદાશોને ભારે નુકસાન થયું છે. જૂનાગઢના વંથલી પંથકમાં કમોસમી વરસાદ થતા કેસર કેરી, ઘઉં અને જીરૂના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ  વખતે કેસર કેરીના પાકના ઉત્પાદનની સારી આશા સેવાઈ રહી તે દરમિયાન  જ આ પ્રકારે માવઠું થતા  કેરીના પાક માટે જોખમ ઉભું થયું છે અને  વિવિધ ખેતી પાકોને માવઠાની અસર થતા જગતનો તાત ચિંતામાં સરી પડ્યો છે.

હવામાન વિભાગે રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગઈ કાલે રાત્રે ગીર સોમનાથમાં ગીરગઢડામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. જેમા ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેમા .ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. જેમાં કેસર કેરી, ઘઉં, તલ, બાજરા સહિતના પાકોને નુકસાન થતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.

ફરીથી કમોસમી વરસાદની આગાહી

કમોસમી વરસાદથી ઘઉં, જીરું, ચણા, રાયડા સહિતના પાકોમાં ભારે નુકસાન થયુ છે.આ સાથે ભારે પવન ફૂંકાતા વરિયાળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. ભરૂચ, સુરત, નવસારી, તાપી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજસ્થાન તરફ સર્જાયેલા સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી, નવા 19 જિલ્લા બનાવવામાં આવશે, જાણો હવે કુલ કેટલા જિલ્લા થયા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati