Gir somnath: અંધશ્રદ્ધામાં ડૂબેલા બાપે દીકરીની બલી ચઢાવી હોવાની આશંકા, ઘટનાસ્થળેથી મળી આવ્યા કપડાં અને રાખનો થેલો, વાંચો અરેરાટીભરી ઘટનાની સમગ્ર વિગતો

|

Oct 13, 2022 | 2:42 PM

અકાળ મોતને ભેટેલી  14 વર્ષની માસુમ બાળકી ધોરણ 9 માં અભ્યાસ કરે છે.બાળકીના પિતા દ્વારા બાળકીના મોત અંગે ગોલ ગોળ નિવદનો અપાતા હાલ તો તેના પિતા ઉપર શંકાની સોય તણાયેલી છે અને ઘટના સ્થળેથી પોલીસને વાડીમાંથી 2 કોથળા અને એક રાખ ભરેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી છે.

Gir somnath: અંધશ્રદ્ધામાં ડૂબેલા બાપે દીકરીની બલી ચઢાવી હોવાની આશંકા, ઘટનાસ્થળેથી મળી આવ્યા  કપડાં અને રાખનો થેલો, વાંચો અરેરાટીભરી ઘટનાની સમગ્ર વિગતો
ગીર સોમનાથમાં કિશોરીની તેના પિતાએ જ બલિ ચઢાવી કરી હતી હત્યા

Follow us on

દીકરી પિતા માટે વ્હાલનો દરિયો હોય છે, પરંતુ ગીર સોમનાથમાંથી  (Gir somnath) એવી ઘટના સામે આવી છે કે જે અંગે સાંભળીને કે વાંચીને કોઈ પણ વ્યકતિના રૂંવાડા ઉંભા થઈ જાય. ઘટના એવી છે કે સગા બાપે જ પુત્રીની ગળું કાપી બલી ચડાવી દીધી હોવાની આશંકા છે ગીર સોમનાથના તાલાલાના  (Talala) ધાવા ગીર ગામમાં ભાવેશ અકબરી નામના શખ્સે પોતાની 14 વર્ષની બાળકીની 8માં નોરતાની રાત્રે બલી ચડાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરોરાટી વ્યાપી ગઈ હતી જેણે જેણે આ  ઘટના અંગે સાંભળ્યું કે વાંચ્યું તેઓ  આ બાપ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

આઠમની રાત્રીએ તાંત્રિક વિધી કરી હોવાની આશંકા

પોલીસને બાતમી મળી હતી કે ગીર સોમનાથના તાલાલાના ધાવા ગીર ગામમાં ભાવેશ અકબરી નામના શખ્સે પોતાની 14 વર્ષની બાળકીની 8માં નોરતાની રાત્રે બલી ચડાવી છે અને વિદી કર્યા બાદ કિશોરીને પુનછ જીવિત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો જોકે અંધશ્રદ્ધામાં ડૂબેલા બાપને એ વાતની ખાતરી થઈ કે દીકરી હવે ક્યારેય જીવતી નથી થવાની ત્યારે વાડી વિસ્તારમાં જ તેના અંતિમ વિધી કરી દેવામાં આવી હતી સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બાળકીના મૃતદેહને 4 દિવસ સુધી ગોદડામાં વિટાળી રાખ્યા બાદ બાળકીની અંતિમવિધિ કરાઇ હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ ઘટના અંગે એસ.પી. મનોહર સિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ આયોજિત કરી હતી અને જણાવ્યું હતું કે ભાવેશ અકબરી નામનો વ્યક્તિ સુરતનો રહેવાસી છે પરંતુ છેલ્લા 8 મહિનાથી અહીં પોતાના વતનમાં રહેવા આવ્યો છે અને મૃતક કિશોરી ધૈર્યાના માતા પિતા શંકના દાયરામાં છે.  અકાળ મોતને ભેટેલી  14 વર્ષની માસુમ બાળકી ધોરણ 9 માં અભ્યાસ કરે છે.બાળકીના પિતા દ્વારા બાળકીના મોત અંગે ગોલ ગોળ નિવદનો અપાતા હાલ તો તેના પિતા ઉપર શંકાની સોય તણાયેલી છે અને ઘટના સ્થળેથી પોલીસને વાડીમાંથી 2 કોથળા અને એક રાખ ભરેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી છે. એક કોથળામાંથી રાખ અને કપડાં મળી આવ્યા હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી રહી છે. આ ઘટનાની વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ ચાલી રહી છે. બનાવ સ્થળે થી મળેલ પુરાવા ના fsl રિપોર્ટ બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવશે. હાલ બાળકી ના પિતા સહિત પરિવારના ચાર લોકો નું ઇન્ટરોગેશન ચાલુ છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી.

 

તાલાળાના ધાવા ગામે વાડી વિસ્તારમાં ચાલી રહેતી તપાસ

કિશોરીના મૃત્યુની  નોંધ ગામ પંચાયતમાં પણ નહીં

આ અંગે ગ્રામજનોએ કહ્યું હતું કે  બાળકીના મૃત્યુની કોઈ નોંધ ગ્રામ પંચાયતમાં પણ થઈ નથી. માસુમ દીકરી સાથે જે કઈ અઘટિત ઘટના બની છે તેની હક્કીત સામે આવી જોઈએ અને તેમાં જે કોઈ દોષિત હોય તેને દાખલારૂપ કડક સજા થવી જોઈએ તેવી ગ્રામજનો આક્રોશભેર માંગ કરી રહ્યા છે.  જે સ્થળે ઘટના બની હોવાની આંશકા વ્યક્ત થઈ છે ત્યાંથી પોલીસને મળેલા પુરાવાઓ FSLમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી શકશે. હાલ પોલીસ દ્વારા બાળકીના પિતા સહિત ચાર લોકોની પૂછપરછ કરી રહી છે.

વિજ્ઞાન જાથાએ આપ્યો આ મત

તો બીજી તરફ આ મામલે વિજ્ઞાન જાથાની પણ સક્રિયતા જોવા મળી હતી. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે 21મી સદીમાં આ ઘટના શરમજનક, ધુણાસ્પદ અને ક્રુરતાપૂર્ણ છે. તંત્ર વિદ્યાથી મૃત વ્યક્તિ જીવિત થાય આ વાતો વાહિયાત છે. માત્રને માત્ર લોકોને ભ્રમિત કરવાના ઉદ્દેશ્યથી આવી વાતો કરવામાં આવે છે. 21મી સદીમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા સરકારને રજૂઆત કરશે અને તે વિસ્તારમાં લોક જાગૃતિનો કાર્યક્રમ આપી લોકોને અંધશ્રદ્ધા અંગે માહિતગાર કરશે.

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ યોગેશ જોષી, ગીર સોમનાથ ટીવી9

Published On - 7:55 am, Thu, 13 October 22

Next Article