Gir somnath: પોલીસ જવાનને દંબગાઈ કરવાનું ભારે પડ્યું, પોલીસ વડાએ નિર્દોષ નાગરિકને રંજાડવા બદલ કરી દીધી બદલી

|

Feb 04, 2023 | 9:41 AM

આ ઘટનાના પડઘારૂપે ગીર સોમનાથમાં (Gir somnath)દબંગાઈ કરનાર પોલીસ કર્મીની હેડ કવાટરમાં બદલી કરીને તેના વિરૂધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. ચિના પરમાર નામના વેપારીએ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ આપી હતી.

Gir somnath: પોલીસ જવાનને દંબગાઈ કરવાનું ભારે પડ્યું, પોલીસ વડાએ નિર્દોષ નાગરિકને રંજાડવા બદલ કરી દીધી બદલી
ગીર સોમનાથમાં પોલીસ વડાએ આપ્યા તપાસના આદેશ

Follow us on

ગીર સોમનાથની પોલીસ પર વેપારીને માર મારવાના ગંભીર આરોપ લાગ્યા હતા અને સોમનાથ શંખ સર્કલ નજીક વેપારીને માર મારતો પોલીસનો વીડિયો વાયરલ થયો હતો આ ઘટનામાં દબંગાઈ કરનાર પોલીસ કર્મીની હેડ કવાટરમાં બદલી કરી તેના વિરૂધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઘટનામાં જવાબદાર પોલીસ જવાનની હેડક્વાર્ટર ખાતે બદલી કરી છે અને સમગ્ર બનાવની તપાસના આદેશ પણ આપ્યા છે.

ચિના પરમાર નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે પોલીસે તેની સાથે ગેરવર્તન કરી લાકડીથી માર માર્યો હોવાનો આક્ષેપ મૂક્યો હતો. 31 જાન્યુઆરી રાત્રે પોલીસે વેપારીને દુકાન બંધ કરવાનું કહ્યું હતુ. બાદમાં વેપારીએ પોલીસને કહ્યું સામાન અંદર મુકી થોડીવારમાં દુકાન બંધ કરી દઈશ, પરંતુ પોલીસે વેપારી સાથે રકઝક કરી અને વેપારીને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં ચિના પરમાર નામના વેપારીએ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ આપી હતી.

આ ઘટનાના પડઘા રૂપે ગીર સોમનાથમાં દબંગાઈ કરનાર પોલીસ કર્મીની હેડ કવાટરમાં બદલી કરીને તેના વિરૂધ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. ચિના પરમાર નામના વેપારીએ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરીયાદ આપી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુરતમાં પણ બની હતી આ પ્રમાણેની ઘટના

થોડા દિવસો પહેલા સુરતના ઉધના વિસ્તારની એક ઘટનાએ પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠ્યા હતા. જો ઘટનાની વિગત વાત કરીએ તો ઉધના પોલીસની PCR વાન પેટ્રોલિંગ માટે નીકળી હતી, તે સમયે કેટલાક યુવક ડરના લીધે દોડ્યા હતા. જ્યા બે પોલીસ જવાને એક યુવકને ઝડપી પાડ્યો પરંતુ તેની સાથે જે રીતે વર્તન કર્યું તે દ્રશ્યો જોઇને શરમથી માથુ ઝુકાવી દે તેવું હતું. પોલીસે રાહદરીને રોડ પર ઘસડ્યો હતો જેના સીસીટીવી સામે આવતા આ કામગીરી પર ફીટકાર વરસી રહ્યો છે.

Next Article