Gir somanth: કાંઠે આવીને ડૂબ્યું વહાણ, માલિકને લાખોનું નુકસાન, દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ

|

Aug 10, 2022 | 5:41 PM

અરબી સમુદ્રમાં (Arabian Sea) સર્જાયેલા લો પ્રેશરને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું હતું. તેમજ 10 થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાય લો પ્રેશર આગામી 48 કલાકમાં વધુ સક્રિય બની શકે છે.

Gir somanth: કાંઠે આવીને ડૂબ્યું વહાણ, માલિકને લાખોનું નુકસાન, દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ
Gir somanth: Ship sank on shore, loss of millions to owner, heavy current seen in sea

Follow us on

એક ઉક્તિ છે કે કાંઠે આવેલું વહાણ ડૂબી જવું, આવી જ ઘટના ગીર સોમનાથમાં  (Gir Somnath) કોડીનારના મૂળ દ્વારકાના દરિયાકિનારે  (Arabian Sea) બની હતી. બોટ માલિકની બોટમાં માછીમારો દરિયામાં માછીમારી (Fishermen) કરવા માટે ગયા હતા પરંતુ ભારે પવન અને વરસાદી વાતાવણને કારણે તેઓ દરિયામાંથી પરત આવી ગયા હતા. જોકે બોટ કાંઠે આવી ગયા બાદ માછીમારો તેને સરખી લાંગરી શકયા નહોતા અને ભારે પવન તથા દરિયામાં કરંટને કારણે બોટ સતત હાલક ડોલક થતી હતી અને દરિયાના મોજાની થપાટો અને પવનને કારણે છેવટે બોટ તૂટી ગઈ હતી. કાંઠે ઉભેલા લોકો નજીક હોવા છતાં બોટને સુરક્ષિત લાંગરવામાં મદદ કરી શકયા નહોતા તેમજ અંદરથી માલ પણ કાઢી શકાયો નહોતા. અને થોડીક જ વારમાં હાલકડોલક થતી બોટ વચ્ચેથી બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. જોકે બોટની અંદર બેઠેલા માછીમારો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને સદભાગ્યે જાનહાનિ ટળી ગઈ હતી.

વેરાવળ બંદર ઉપર લાગ્યું 3 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં  (Arabian Sea)  સર્જાયેલા લો પ્રેશરને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું હતું. તેમજ 10 થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે તાકીદ કરવામાં આવી આગામી 48 કલાકમાં અરબી સમુદ્રમાં સર્જાય લો પ્રેશર વધુ સક્રિય બની શકે છે જેને લઇ બંદર અને સમુદ્રકાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો

ગત રોજ ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર છાત્રોડા, દેદા, વાવડી, મરૂંઢામાં વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સૂત્રાપાડામાં વાવાઝોડાથી વૃક્ષો અને વીજપોલ ધરાશાઈ

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે લોઢવા ગામે જાણે વાવાઝોડું આવી ગયું હોય તેમ તોફાની પનવ સાથે પડેલા વરસાદે થોડી વારમાં ભારે તારાજી કરી હતી અને પવનને કારણે વીજપોલ, વૃક્ષો અને છાપરાં ઉડી ગયા હતા તેમજ રહેણાંક વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું.

 

વિથ ઇનપુટ્ઃ યોગેશ જોષી, ગીર સોમનાથ

Published On - 5:37 pm, Wed, 10 August 22

Next Article