Gir Somanth: વરસાદને પગલે ખેડૂતોને લીલા દુકાળનો ભય, અમરેલીમાં સુરવો ડેમ 100 ટકા ભરાયો

|

Sep 01, 2022 | 9:15 AM

ગીર સોમનાથના ઉના અને સુત્રાપાડા  (Sutrapada) પંથકમાં ખેડૂતોનો અડધો અડધ પાક વરસાદના કારણે નષ્ટ થઈ જ ગયો હતો ત્યાં એક જીવાતે ખેડૂતોની સમસ્યા વધારી દીધી છે. બચેલો પાક પણ જીવાતના કારણે નષ્ટ થઈ રહ્યો છે.

Gir Somanth:  વરસાદને પગલે ખેડૂતોને લીલા દુકાળનો ભય, અમરેલીમાં સુરવો ડેમ 100 ટકા ભરાયો
ગીર સોમનાથ જિલ્લામાં પાક નિષ્ફળ જવાનો ભય

Follow us on

ગીર સોમનાથમાં    (Gir somnath) લાંબા સમયના વિરામ બાદ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. અને ગીર સોમનાથના ઉના શહેરમાં કાળા ડીંબાગ વાદળો ઘેરાયા હતા તથા કડાકા ભડાકા સાથે વરસાદનું  (Rain) આગમન થયું હતું.  તો ઉના  (Una) શહેરમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. જેને કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ખેડૂતોએ વાવેલો મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

પાકમાં નુકસાનની ભીતિ

રાજ્યમાં અતિભારે વરસાદે જગતના તાતની ચિંતામાં વધારો તો કર્યો જ હતો ત્યાં વધુ એક સમસ્યાથી ખેડૂત હેરાન-પરેશાન છે. ગીર સોમનાથના ઉના અને સુત્રાપાડા  (Sutrapada) પંથકમાં ખેડૂતોનો અડધો અડધ પાક વરસાદના કારણે નષ્ટ થઈ જ ગયો હતો ત્યાં એક જીવાતે ખેડૂતોની સમસ્યા વધારી દીધી છે. બચેલો પાક પણ જીવાતના કારણે નષ્ટ થઈ રહ્યો છે.એક તરફ મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ખેડૂતોના ભારે મુશ્કેલીમાં મુકાયા. અડધો અડધ મહામુલો પાક બળીની નષ્ટ થઈ ગયો. વરસાદે વિરામ લીધો તો નીલ ગાય અને રોજડાએ પાકનો સફાયો કર્યો અને બાકી રહી જતુ હોય તેમ હવે મુંડા જીવાતે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધુ છે.

અમરેલીનો સુરવો ડેમ ભરાયો

અમરેલીના  વડિયા ખાતેનો સુરવો ડેમ 100 ટકા ભરાઈ ગયો છે.

અમરેલીના  (Amreli) વડિયા ખાતેનો સુરવો ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. પ્રિ મોન્સૂન એક્ટિવટીના વરસાદથી માંડીનો ચોમાસાની સિઝનમાં  પડેલા વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તેમજ જિલ્લામાં ધીમીધારે વરસાદ થતા પાણીની આવક થઈ  રહી છે. ડેમ ભરાવાને પગલે  નીચાણવાળા ગામોને નદીના પટમાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે. તેમજ રેડિયો ઓપરેટર દ્વારા વડિયાવાસીઓને સાવચેત કરવામાં આવ્યા છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આગામી 5 દિવસ રહેશે વરસાદી વાતાવરણ

આગામી 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાંસામાન્ય વરસાદની  આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં (north Gujarat) છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અમદાવાદ, (Ahmedabad) ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ પડવાની શક્યતા છે.પાંચ દિવસ બાદ વરસાદ (Rain) ઘટવાની શક્યતા છે. સમયે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 34 ડિગ્રીથી વધીને 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Published On - 9:13 am, Thu, 1 September 22

Next Article