સોમનાથ મંદિરના વિસ્તારમાં ભીખ માંગતા મળ્યા એવા 2 વ્યક્તિ, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે

|

Dec 30, 2021 | 2:11 PM

સોમનાથ મંદિર આજુબાજુના વિસ્તારને ભિખારી મુક્ત બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આ ઝુંબેશમાં ચોંકાવનારી ઘટના સામે આવી. ચાલો જાણીએ.

સોમનાથ મંદિરના વિસ્તારમાં ભીખ માંગતા મળ્યા એવા 2 વ્યક્તિ, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે
Somnath Temple (File Image)

Follow us on

Gir Somnath: સોમનાથ યાત્રાધામમાં મંદિરની આસપાસ ઘણા લોકો પોતાનું જીવન ગુજારવા અને રોજી રોટી માટે નાના મોટા ધંધા ચલાવતા જોવા મળે છે. આ સાથે જ મંદિર આજુબાજુ ભિક્ષુકો (Beggar) પણ જોવા મળે છે. ભિક્ષુકો આપણને લગભગ દરેક ધાર્મિક સ્થળ આજુબાજુ જોવા મળતા હોય છે. જો તમે ધ્યાનથી જોયું હોય તો આ ભિખારી ઘણીવાર માનસિક રીતે અસ્વસ્થ (Mentally handicapped) લાગતા હોય છે. ભિક્ષુકો કોણ છે ક્યાંથી આવે છે તેની કોઈને ખબર હોતી નથી, પરંતુ ચોંકાવનારો કિસ્સો સોમનાથ યાત્રાધામથી સામે આવ્યો છે.

સોમનાથ યાત્રાધામમાં અનોખી ઝુંબેશ

વાત જાણે એમ છે કે સોમનાથ યાત્રાધામમાં હાલ એક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ છે મંદિરની આસપાસના વિસ્તારમાં ફરહ્તા અને રહેતા ભિખારીઓ તેમજ જે માનસિક રીતે વિકલાંગ છે તેમને યોગ્ય જગ્યાએ મોકલવાની અને મંદિર પરિસર અને આજુબાજુના વિસ્તારને આનાથી મુક્ત બનાવવાની ઝુંબેશ. આ ઝુંબેશ તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

30 હજારના પેન્શનરો માગતા હતા ભીખ

આ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક ભિખારી એવો હતો કે જે સરકારી પેન્શન મેળવે છે. એ પણ સામાન્ય પેન્શન નહીં પરંતુ કે 30 હજારથી વધુ સરકારી પેન્શન મેળવતા લોકો પણ અહીં ભીખ માંગતાં હોય એવા દાખલા સામે આવ્યા છે. અહેવાલ અનુસાર 2 ભિખારી એવા છે કે જેઓ સરકારી અધિકારી હતા. અને હાલ 30 હજારથી વધુનું તેઓ પેન્શન મેળવે છે. તેમ છતાં અહીં ભીખ માંગવા આવ્યા છે.

નિરાધારને અપાયો આધાર

આ ઝુંબેશ વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે. હકીકતમાં આ અભિયાન દ્વારા મંદિર વિસ્તારને ભિખારી મુક્ત જ નથી બનાવી રહ્યું, સાથે સાથે આવા નિરાધારોને આધાર પણ મળી રહ્યો છે. નિરાધારને આધારની આ ઝુંબેશમાં પાલિકાના શેલ્ટર હોમમાં લઇ જવામાં આવી રહ્યા છે. તો માનસિક વિકલાંગને નિરાધારનો આધાર આશ્રમ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. આ આશ્રમ ટોલનાકા પાસે આવ્યો છે. જેમાં 4-5 માનસિક વિકલાંગ લોકોને મોકલવામાં આવ્યા છે.

શેલ્ટર હોમમાં સુવિધા

તો જ્યાં શેલ્ટર હોમમાં આ નિરાધારોને રાખવામાં આવ્યા છે, ત્યાં તેમને અનેક સુવિધા પણ આપવામાં આવી રહી છે. શેલ્ટર હોમમાં આ ભિખારીઓને ન્હાવા માટે, ચા-પાણી અને નાસ્તા માટેની સુવિધા છે. આ સાથે દિવસમાં બે સમય જમવા માટે પણ આપવામાં આવે છે. અહેવાલ પ્રમાણે નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે સોમનાથ વિસ્તારને ભિખારીઓ અને માનસિક વિકલાંગ લોકોથી મુક્ત બનાવવા અને એમને આશરો આપવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: UP Assembly Election Date 2022: મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે, 5 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી જાહેર થશેઃ ચૂંટણી પંચ

આ પણ વાંચો: Gandhinagar : આખરે 11 દિવસ બાદ ઇસુદાન અને ગોપાલ ઇટાલિયા સહિત AAPના 55 નેતાઓને શરતી જામીન મળ્યા

Published On - 2:09 pm, Thu, 30 December 21

Next Article