Girsomnath : ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઇયળનો ઉપદ્રવ, ખેડૂતોની ઉંઘ હરામ થઇ

|

Sep 25, 2021 | 12:37 PM

ખેડુતોની વાત માનીએ તો જંતુનાશક દવાઓને પણ આ મુંડા ઈયળ જવાબ નથી આપતી. કારણ જમીનમાં ઊંડે મગફળીને તે ખાતી હોય છે. જેથી દવાઓ કારગર નથી નીવડતી. ત્યારે મગફળીનો પાક સારા વરસાદના કારણે તૈયારીના આરે છે. ત્યારે આ ઈયળનું સંકટ ઘેરૂ બન્યું છે.

Girsomnath : ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઇયળનો ઉપદ્રવ, ખેડૂતોની ઉંઘ હરામ થઇ
Girsomnath: Peanut crop in Una district infested by Munda caterpillar, deprives farmers of sleep

Follow us on

ગીરસોમનાથના ઊના-ગીરગઢડા તાલુકામાં ખેડુતો સતત સંકટનો સામનો કરી રહ્યા છે. એક બાદ એક સંકટ સામે આવી રહ્યાં છે. તાઉતે વાવાઝોડા બાદ વીજસંકટ હવે મગફળીના તૈયાર પાકમાં મુંડા નામની ઈયળે તરખાટ મચાવ્યો છે. આ જીવાત મૂળમાંથી મગફળી સાથે ઊપરના છોડ પણ સફાચટ કરી રહેલ છે. જેથી પાક તેમજ ઊપરનો ઘાંસચારો પણ નહી બચાવી શકાય. ખેડુતોની સરકાર પાસે મદદની માંગ છે.

ઊનાના પાતાપર કાંધીપડા સહીતના અનેક ગામોમાં આ મુંડા નામની ઈયળે ખેડુતોની ઊંઘ ઊડાવી દીધી છે. આ ઈયળએ પ્રકારે વ્યાપી છે કે જે મોટાભાગે જમીનમાં માટીની નીચે મગફળીને ખાઈ રહી છે. તો ઊપરના પાંદડાઓને પણ ખાઈ રહી છે. જેથી પાક તો નિષ્ફળ કરી રહી છે. પરંતુ જે પશુ માટેનો ચારો છે. તે પણ ખાઈ રહી હોય જેથી ખેતરોમાં તૈયાર કોળીયો કહી શકાય તેવી મગફળીનો તે સર્વનાશ કરી રહી છે.

ખેડુતોની વાત માનીએ તો જંતુનાશક દવાઓને પણ આ મુંડા ઈયળ જવાબ નથી આપતી. કારણ જમીનમાં ઊંડે મગફળીને તે ખાતી હોય છે. જેથી દવાઓ કારગર નથી નીવડતી. ત્યારે મગફળીનો પાક સારા વરસાદના કારણે તૈયારીના આરે છે. ત્યારે આ ઈયળનું સંકટ ઘેરૂ બન્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખેડુતો અનેક નુક્શાની તો વેઠી રહ્યાં છે. ત્યારે ઊછી ઊધાર કરી મગફળી બીયારણ દવાઓ ખાતરોનો ખર્ચ કર્યો બાદ વરસાદ ખેંચાયો હતો. જેથી પાણી પણ વેચાતું લીધું. ત્યારે સારા વરસાદ બાદ ખેડુતોને સારા મગફળીના પાકની આશા હતી. તે પણ મુંડા ઈયળના કારણે ઠગારી નીવડી છે. જેની ખેડુતોને ચિંતા સતાવી રહી છે. અને સરકાર પાસે યોગ્ય મદદની વિનંતી કરી રહ્યાં છે.

આ વર્ષે ગીરસોમનાથ પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતો સારા પાકની આશા સેવી રહ્યાં છે. ત્યાં મગફળીના પાકમાં ઇયળના ઉપદ્રવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ ખેતરમાં મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. ત્યારે ઇયળના ઉપદ્રવને કારણે પાકને નુકસાનીનો ભય છે.

આ પણ વાંચો : કચ્છના કંડલા પોર્ટ પરથી એનઆઇએ કન્સાઇનમેન્ટ ઝડપ્યું, મિસાઇલ બનાવવાના 10 કરોડના ઇક્વિપમેન્ટ જપ્ત કર્યા

આ પણ વાંચો : IPL 2021: ધોનીના ભાઇની રણનિતી એ RCB સામે જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી, પોતાનીથી લડતા રહેતા ભાઇ વિશે કર્યો ખુલાસો

Next Article