Gir somnath : બુધવતી અમાસે પ્રાચીતિર્થ ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટયા

|

Oct 06, 2021 | 4:27 PM

ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાચી ગામ અતિ પ્રાચીન છે. જેનું વર્ણન સ્કંદ પુરાણમાં મળી આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલાં પ્રાચી તિર્થે પૌરાણિક પીપળો આવેલો છે.

Gir somnath : બુધવતી અમાસે પ્રાચીતિર્થ ખાતે પિતૃતર્પણ માટે લોકો ઉમટયા
Gir somnath: People gathered for patriarchy at Prachitirtha on Wednesday

Follow us on

આજે દેવપિતૃ કાર્ય અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચીતીર્થ ખાતે મોક્ષ પીપળે પિતૃ તર્પણ માટે ભાવિકોનો ઉમટ્યા, બુધવાર અને અમાસનો શુભગ સંયોગ જૂજ આવે છે. ત્યારે માધવરાયજી ભગવાનનાં સાનિધ્યે પ્રાચી તિર્થે આવેલા મોક્ષ પીપળાને આ દિવસે પાણી આપવું અત્યંત શુભ માનવામાં આવે છે.આજનાં દિવસે મોટી સંખ્યામાં ભક્તો પ્રાચી પવિત્ર કુંડમાં સ્નાન કરી પિતૃતર્પણ કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકામાં આવેલું પ્રાચી ગામ અતિ પ્રાચીન છે. જેનું વર્ણન સ્કંદ પુરાણમાં મળી આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી તટે આવેલાં પ્રાચી તિર્થે પૌરાણિક પીપળો આવેલો છે. આ પીપળે આજના દિવસે પાણી રેડી પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષગતિની પ્રાપ્તિ થાય છે. મનને શાંતિ મળે છે. સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે. ભારતીય દર્શન શાસ્ત્ર અને સંસ્કૃતિ કહે છે. ‘પૂર્વ તરફ આગળ વધો.’ પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવ સાક્ષાત બિરાજેલા છે.

આજે બુધવતી અમાસનાં દિવસે પ્રાંચી તીર્થ ખાતે આવેલી સરસ્વતી નદીનાં કુંડમાં સ્નાન કરી અહીં બિરાજમાન માધવરાયજી ભગવાનનાં દર્શન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવાનું અનોખું મહત્વ છે.ભગવાન શ્રીકૃષ્ણ એ પણ અહીં મોક્ષ પીપળે તર્પણ કરી યાદવકુળને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી.અમાસે અહીંના પીપળે પાણી રેડી તર્પણ કરવાથી સાત પેઢીનાં પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આ પણ વાંચો : નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, કોમર્શિયલ ગરબા પર પ્રતિબંધ, ગરબા રમવા રસીકરણ ફરજિયાત : હર્ષ સંઘવી

આ પણ વાંચો :  રાજકોટમાં ભાજપના મહિલા અગ્રણીની દાદાગીરી, તેના પતિ પર શોષણનો આરોપ લગાવનાર શિક્ષિકાને ધમકાવી

Next Article