ગીર સોમનાથ: નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન, આર્થિક નુકસાનની ચિંતા

ગીર સોમનાથ જીલ્લો સાનુકૂળ જમીન અને હવામાનના કારણે લીલા નાળિયેરનો ગઢ ગણાય છે. પણ આ બાગાયતી પાકને પણ જાણે કોઈની નજર લાગી ગઈ. નાળિયરના બગીચાના માલીકો હાલ એક એવા દુશ્મનથી પરેશાન છે, જે નાળિયેરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.

| Updated on: Feb 09, 2021 | 10:37 AM

ગીર સોમનાથ જીલ્લો સાનુકૂળ જમીન અને હવામાનના કારણે લીલા નાળિયેરનો ગઢ ગણાય છે. પણ આ બાગાયતી પાકને પણ જાણે કોઈની નજર લાગી ગઈ. નાળિયરના બગીચાના માલીકો હાલ એક એવા દુશ્મનથી પરેશાન છે, જે નાળિયેરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. નાળિયેરીમાં સફેદ માખીનો રોગ આવી જતા ખેડૂતો ચિંતામાં છે. આ રોગને કારણે નાળિયેરમાં સફેદ ફૂગ આવી જાય છે અને તેને કારણે નાળિયેર કાળા પડી જાય છે. જેનો નાશ કરવા ખેડૂતો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે પણ આ રોગનો ઉપદ્રવ હજી ઓછો નથી થયો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">