GIR SOMNATH : સતત વરસાદને કારણે NDRFની ટીમ ખડેપગે, વરસાદની અનિયમીતતાના કારણે ખેતીમાં ઋતુચક્ર ખોરવાયું

|

Jul 19, 2021 | 10:34 PM

હાલ જીલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે કોઇ વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય તે માટે  NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

GIR SOMNATH : સતત વરસાદને કારણે NDRFની ટીમ ખડેપગે, વરસાદની અનિયમીતતાના કારણે ખેતીમાં ઋતુચક્ર ખોરવાયું
Gir somnath : NDRF

Follow us on

GIR SOMNATH : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદ, NDRFની ટીમ તૈનાત

હાલ જીલ્લામાં સાર્વત્રિક સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે કોઇ વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ ન થાય તે માટે  NDRFની ટીમ રવાના કરવામાં આવી છે. જેમાં વેરાવળ ખાતે પણ એનડીઆરએફની 18થી વધુ જવાનોની ટીમ પહોંચી ચુકી છે. NDRFના કમાન્ડર, જવાનો સાથે વેરાવળ મામલતદાર, ચાંદેગરા તથા ટીમ સાથે વેરાવળના ખારવાવાડ, જાલેશ્વર બંદર, ભડીયા, આદ્રી દરિયાકિનારા સહિતની મુલાકાત લીધી હતી.

વડોદરાથી 6 બટાલિયનની NDRFની ટીમ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે આવી પહોંચી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી ભારે વરસાદ આ વિસ્તારમાં આવી શકે છે. જેના લીધે પૂર આવવાની શકયતા હોવાથી NDRFના જવાનો તૈનાત કરાયા છે. જેમની પાસે રેસ્કયુ, રાહત બચાવ, બોટ, ઓબી વાન, લાઇફ જેકેટ, લાઇફ લાઇન સહિતની સુવિધાઓ સાથે સજ્જ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મગફળી, સોયાબીન સહિતના પાકની લણણી ચાર તબક્કાઓમાં થશે

ગુજરાત રાજયના ગીર સોમનાથ જિલ્લામાં આ વર્ષે ચાર તબક્કાઓમાં વાવેતર થયું છે. જેથી મગફળી, સોયાબીન સહિતના પાકની લણણી પણ ચાર તબક્કાઓમાં થશે. જેથી શિયાળુ પાક પણ મોડો લેવાશે. વરસાદની અનિયમીતતાના કારણે ખેતીમાં ઋતુચક્ર પણ ખોરવાયું છે. જેથી ખેડૂતો ચિતીત બન્યા છે.

કેટલાક ખેડૂતો વરસાદની નિયમીતતાની આશાએ આગોતરું વાવેતર કરી ચુક્યા હતા.તો જીલ્લાના વેરાવળ તાલાલા સહિતના અમુક ભાગોમાં પ્રથમ રાઉન્ડનો સારો વરસાદ થતાં અડધા જીલ્લામાં વાવેતર કરાયું હતું. તો કેટલાક વિસ્તારો જેમાં સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા વિસ્તારમાં બીજા રાઉન્ડમાં વાવણી લાયક વરસાદ થયો, જેથી વાવેતર દોઢ માસ બાદ કરી શકાયું છે. આમ જીલ્લામાં ક્રમશ સંજોગો અને સ્થિતિના કારણે ચાર તબક્કામાં મુખ્ય પાક મગફળી અને સોયાબીન સહિતનું વાવેતર કરાયું છે.

સમસ્યાથી એ વાતની ખેડૂતોમાં ચિંતા છે કે વરસાદની અનિયમીતતાના કારણે જે ચાર તબક્કામાં વાવેતર કરાયું છે એ પાક પણ લણણીમાં ચાર તબક્કામાં પાકશે. જેથી એક સાથે જીલ્લામાં લણણી શક્ય નથી. તો શિયાળુ પાક જેમાં ઘઉં, કઠોળ વગેરેનું પણ વાવેતર નિયમીત સમયે નહીં કરી શકાય. છેલ્લો મગફળીનો પાક પાકશે તેની લણણી કરાયા બાદ ખેતરો શિયાળુ વાવેતર યોગ્ય બનશે, પછી અન્ય પાકોનું વાવેતર કરી શકાશે.

આમ વરસાદના કારણે જ ખેડૂતોનું ખેતીનું સમયચક્ર ખોરવાયું છે. જેથી ખેડૂતો ચિંતત બન્યા છે.જોકે હાલ સારા વરસાદે તમામ પાકોને જીવતદાન આપ્યું તેની ખુશી જરૂર છે.

Published On - 7:40 pm, Mon, 19 July 21

Next Article