Gir Breaking News : 8 સિંહોના શંકાસ્પદ મોત પછી ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરાયા! જુઓ Video

| Edited By: | Updated on: Jun 05, 2026 | 1:29 PM

ગિરમાં સિંહોમાં ફેલાતી બીમારીના કારણે મોતનો આંકડો 8 સુધી પહોંચ્યો હતો. સિંહના મોત થતા વન વિભાગ દોડતું થયું હતું. ત્યારબાદ સિંહોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે 11 જેટલા સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરવામાં યાવ્યા છે.

ગીર સોમનાથમાં 8 સિંહોના શંકાસ્પદ મોત પછી વનવિભાગમાં દોડધામ મછી હતી. ત્યારબાદ 17 જેટલા સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જેમાં 10 સિંહોને જામવાડા એનિમલ કેર સેન્ટર રાખવામાં આવ્યા હતા અને 7 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર રાખાયા હતા. તેમાંથી 11 જેટલા સિંહો સ્વસ્થ તથા તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત

ગીર સોમનાથમાં સિંહોના શંકાસ્પદ મોત વચ્ચે હવે સારા સમાચાર સામે આવી રહ્યા છે. 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. 17 સિંહોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. જસાધાર રેન્જમાં 7 અને બાબરીયા રેન્જમાં 10 સિંહો ઓબઝર્વમાં હતા. જસાધાર રેન્જના 4 અને બાબરીયા રેન્જના 7 મળી કુલ 11 સિંહોને જંગલમાં મુક્ત કરાવામાં આવ્યા છે.

હજૂ પણ જસાધાર રેસ્ક્યુ સેન્ટર પર એક સિંહ અને બે બાળ સિંહ મળીને ત્રણ સિંહો ઓબ્ઝર્વેશનમાં છે. જયારે બાબરીયા રેન્જ ના 2 નર સિંહ અને એક બાળ સિંહ જામવાળા રેસ્ક્યુ સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશનમાં છે. બાકી રહેલા છ સિંહો પણ એકાદ બે દિવસ માં મુક્ત કરાશે તેવું વન વિભાગ ના સૂત્રો માંથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો, Breaking News : ચિંતાજનક સમાચાર, રાજ્યના 107 ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી, જુઓ વીડિયો

Follow Us
Loading...
Unable to load recommendations.