AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘોર કળિયુગ : પવિત્ર સંબંધો શર્મશાર થયા, 80 વર્ષના પ્રૌઢ ટ્રસ્ટીએ શિક્ષિકાની અને સસરાએ પુત્રવધુની છેડતી કર્યાના 24 કલાકમાં બે ધૃણાસ્પદ કિસ્સા સામે આવ્યા

ભરૂચમાં ૨૪ કલાકમાં 2 ઘટનાઓએ પવિત્ર સંબંધોને શર્મશાર કર્યા છે.જાણીતી શાળાના 80 વર્ષ આસપાસની ઉંમરના આધેડ ટ્રસ્ટીનું યુવાન શિક્ષિકા ઉપર દિલ આવી જતા ચાલુ ક્લાસમાં અન્ડર ગારમેન્ટ્સની ભેટ આપી તો બીજી તરફ સસરાએ સગી પુત્રવધુને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઘોર કળિયુગ : પવિત્ર સંબંધો શર્મશાર થયા, 80 વર્ષના પ્રૌઢ ટ્રસ્ટીએ શિક્ષિકાની અને સસરાએ પુત્રવધુની છેડતી કર્યાના 24 કલાકમાં બે ધૃણાસ્પદ કિસ્સા સામે આવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 2:17 PM
Share

કહેવાય છે કે કળિયુગ હવે તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી રહ્યો છે. ભરૂચમાં ૨૪ કલાકમાં 2 ઘટનાઓએ પવિત્ર સંબંધોને શર્મશાર કર્યા છે.જાણીતી શાળાના 80 વર્ષ આસપાસની ઉંમરના આધેડ ટ્રસ્ટીનું યુવાન શિક્ષિકા ઉપર દિલ આવી જતા ચાલુ ક્લાસમાં અન્ડર ગારમેન્ટ્સની ભેટ આપી શિક્ષિકાને શર્મિંદા કરી નાખી તો બીજી ઘટનામાં સસરાએ સગી પુત્રવધુને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને મામલા ભરૂચ પોલીસ(Bharuch Police) સુધી પહોંચતા ઢળતી ઉંમરે હવસના પૂજારી બનેલા ઠર્કી વૃદ્ધો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

80 વર્ષના ટ્રસ્ટીએ યુવાન શિક્ષિકાને વિદ્યાર્થીઓ વચ્ચે ક્લાસમાં અન્ડર ગારમેન્ટ્સની ભેટ આપી

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક જાણીતી શાળામાં યુવાન શિક્ષિકા તાજેતરમાં વર્ગમાં અભ્યાસ કરાવી રહી હતી તે દરમિયાન અચાનક કલાકમાં ટ્રસ્ટી વિઝીટ માટે આવ્યા હતા. 80 વર્ષ આસપાસના ટ્રસ્ટી પોતના બુટના શોખના કારણે જાણીતા છે. ટ્રસ્ટીએ ક્લાસમાં બાળકોની વચ્ચે શિક્ષિકા હીનાબેન (નામ બદલવામાં આવ્યું છે)ને હાથમાં પેકેટ આપ્યું હતું. આ પેકેટ આપી ટ્રસ્ટીએ તે શિક્ષિકા માટે ખુબ કામનું હોવાનું કહી આ પેકેટની ચીજનો અભિપ્રાય કેબિનમાં આવી આપવા વિનંતી કરી હતી. શૈક્ષણિક કાર્યને લગતી ચીજવસ્તુઓ હોવાના અનુમાન સાથે શિક્ષિકાએ ક્લાસમાંજ વિદ્યાર્થીઓની હાજરીમાં પેકેટ ખોલ્યું અને તેમાંથી જે નીકળ્યું તે જોઈ શિક્ષિકા શરમ સાથે આઘાતમાં મુકાઈ હતી. આ પેકેટમાં અન્ડર ગાર્મેન્ટ્સ નીકળ્યા હતા. 80 વર્ષના ટ્રસ્ટી પૌત્રીની ઉંમરના શિક્ષિકા સાથે આ હદની હીન હરકત કરશે તેનો મહિલાને સ્વપ્નેય ખ્યાલ ન હતો.

પ્રૌઢ પણ લંપટ ટ્રસ્ટીની ધરપકડ કરાઈ

શાળાના અન્ય શિક્ષકો વચ્ચે મામલો ઉછળ્યો અને વિવાદના અંતે વાત પોલીસ સુધી પહોંચી હતી. ભરૂચ પોલીસે બંને પક્ષના નિવેદનો બાદ 80 વર્ષના ટ્રસ્ટીની IPC ની કલમ 354 હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઢળતી ઉંમરે જેલના સળિયા ગણવાનો વારો આવતા ટ્રસ્ટીની હરકતના કારણે શાળાએ ભારે બદનામીનો સામનો કરવો પડ્યો છે.

સસરાએ પુત્રવધૂને પગ દબાવવા બોલાવી અડપલાં કર્યા

સંબંધોને લજવતી બીજી ઘટના અંકલેશ્વરમાં બની હતી. અહીં એક પરણીતાને તેના સસરાએ શરીરમાં પીડા હોવાથી પગ દબાવવાની સેવા કરવા પાસે બોલાવી હતી. પિતાની સેવા કરવા પુત્રવધુ સસરાની પાસે જતા આલંપટ સસરાએ સેવાના બહાને મેળવાનો પ્રયાસ કરી મહિલા સાથે અડપલાં કરવા માંડ્યાં હતા. ગભરાયેલી પુત્રવધૂએ સસરા હવસનો શિકારબનાવે તેવા ભય વચ્ચે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માગી હતી. ઘટનાની ગંભીરતા પારખી ટીમે સ્થળ પર પહોંચી હતી. મામલો ઘરનો હોવાથી પોલીસ ફરિયાદની કાર્યવાહી દરમિયાન સસરો પુત્રવધુના હાથપગ પકડી ભૂલ સ્વીકારી માફી માંગતા સમાધાન કરાવી અભયમની ટિમ પરત ફરી હતી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">