સોના અને હીરાથી બનેલી છત્રી જમાવશે આકર્ષણ: દેશમાં પહેલીવાર સુરતમાં જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશન

|

Nov 26, 2021 | 1:35 PM

Surat: દેશમાં પહેલીવાર સુરતમાં જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે સોના અને હીરાથી બનેલી છત્રી આકર્ષણ જમાવવા તૈયાર છે.

સોના અને હીરાથી બનેલી છત્રી જમાવશે આકર્ષણ: દેશમાં પહેલીવાર સુરતમાં જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબિશન
Gems & Jewellery Exhibition

Follow us on

Surat: ભારતમાં પહેલી વખત સુરતમાં જવેલરી મેન્યુફેક્ચરર્સ માટે સુરત (Surat) જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા જેમ્સ એન્ડ જવેલરી પ્રદર્શનનું (Gems & Jewellery Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 27 થી 29 નવેમ્બર દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેનશન સેન્ટર સરસાણા ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ટેક્સ્ટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ એક્ઝિબિશનને ખુલ્લું મુકવામાં આવશે. ભારતભરમાંથી આ એક્ઝિબિશનમાં જવેલર્સ મેન્યુફેક્ચર્સ તેમજ વેપારીઓ અને ગ્રાહકો ભાગ લેશે. સુરત જવેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા પહેલીવાર તારીખ 27,28 અને 29 નવેમ્બર સુધી સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે ભારતના પ્રથમ જવેલરી ઉત્પાદકો માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

જવેલર્સ એસોસિયેશનના પ્રમુખ જયંતી સાવલીયાએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં 200 થી પણ વધારે મેન્યુફેક્ચર્સ ભાગ લેવાના છે. જ્યારે ભારતભરના ઉપરાંત અમેરિકા, યુરોપ, હોંગકોંગ, સિંગાપોર, મિડલ ઇસ્ટમાં 8 હજાર જેટલા વેપારીઓ એક્ઝિબિશનની મુલાકાત લેશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સુરત શહેર ડાયમંડ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. ત્યારે જેમ્સ એન્ડ જવેલરી ઉત્પાદકો, વેપારીઓ તેમજ ગ્રાહકોને એક પ્લેટફોર્મ પર લાવવા અને નવી ટેક્નોલોજી તેમજ જવેલરી ઉત્પાદન કરતી મશીનરીઓનું પ્રદર્શન આ એક્ઝિબિશમાં નિહાળવા મળશે.

આ એક્ઝિબિશનમાં ગોલ્ડ, ડાયમંડ સ્ટડેડ જવેલરી પણ જોવા મળશે. જેનું મુખ્ય આકર્ષણ 175 કેરેટ વજનની નેચરલ ડાયમંડની 20 લાખની કિંમતની છત્રી પણ બનશે. આ છત્રીમાં 12 હજાર ડાયમંડ અને 450 ગ્રામ પ્યોર ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય હિપહોપ જવેલરી, ડાયમંડ સ્ટડેડ પેન, ઘડિયાળ વગેરે પણ એક્ઝિબિશનમાં ડિસ્પ્લેમાં મુકવામાં આવશે. ઉપરાંત વિશિષ્ટ ડિઝાઇન ધરાવતો હાર, પણ મુકવામાં આવશે. ખાસ કરીને આવા ઘરેણાં અમેરિકા અને યુરોપમાં વધારે લોકપ્રિય છે. જેનું સુરતમાં ઉત્પાદન સુરતમાં થઈ રહ્યું છે.

છેલ્લા છ મહિનામાં જ આવા 70 યુનિટ શરૂ થયા છે.અને હાલ અંદાજે આવા 450 જેટલા યુનિટ સુરતમાં કાર્યરત છે. જેમાં વધારો કરવાના આશયથી આ એક્ઝિબિશન યોજવામાં આવી રહ્યું છે. જેના થકો જવેલરી ઉત્પાદકો, વિક્રેતા અને ખરીદદારોને ઉત્તમ પ્લેટફોર્મ મળશે.

 

આ પણ વાંચો: Ahmedabad : સાણંદમાં પતિએ વટાવી ક્રુરતાની હદ, પત્નીનું ધડ અને માથું ધારદાર હથિયારથી અલગ કરી પતિ ફરાર

આ પણ વાંચો: ‘વેક્સિન સાથે 1 લીટર તેલ ફ્રી’ની સ્કીમનો કમાલ: બીજો ડોઝ માટે લોકોએ બતાવ્યો ઉત્સાહ

Next Article