‘વેક્સિન સાથે 1 લીટર તેલ ફ્રી’ની સ્કીમનો કમાલ: બીજો ડોઝ માટે લોકોએ બતાવ્યો ઉત્સાહ

Surat: સ્થાનિક એનજીઓ યુવા અન્સ્ટોપેબલ દ્વારા સુરત મહાનગરપાલિકા સાથે મળીને હવે વેક્સિનનો બીજો ડોઝ લેનારાઓ માટે નવી સ્કીમ બહાર પાડી છે. જેની અસર જોવા મળી રહી છે.

'વેક્સિન સાથે 1 લીટર તેલ ફ્રી'ની સ્કીમનો કમાલ: બીજો ડોઝ માટે લોકોએ બતાવ્યો ઉત્સાહ
Vaccination scheme
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 26, 2021 | 1:13 PM

Surat: આજથી કોર્પોરેશન (SMC) દ્વારા નવી સ્કીમ હેઠળ વેક્સિનેશનની (Vaccination) કામગીરી કરવામાં આવી રહી છે. જે ખાસ કરીને બીજો ડોઝ (Second Dose) લેનારાઓ માટે છે. આજથી બીજા ડોઝ માટે બાકી લોકો જો વેકસિન લેશે તો તેમને વેકસિનની સાથે 1 લીટર તેલ પણ ફ્રી માં આપવામાં આવશે. જી હા આજથી કોર્પોરેશન દ્વારા આ નવી સ્કીમ હેઠળ વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 

સ્થાનિક એનજીઓ યુવા અન્સ્ટોપેબલ દ્વારા સુરત મહાનગરપાલિકા સાથે મળીને હવે વેક્સિનનો બીજો ડોઝ લેનારાઓ માટે આ નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે. નોંધનિય છે કે સુરત કોર્પોરેશને વેક્સિનનો પ્રથમ ડોઝનો 100 ટકા લક્ષ્યાંક ક્યારનો મેળવી લીધો છે. પણ બીજા ડોઝ માટે હજી પણ લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.

જે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નોક ધી ડોર અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ તેને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. હજી પણ વેક્સિન માટે 6 લાખ જેટલા લોકોએ ડયુ ડેટ વીતી ગઈ હોવા છતાં વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જેથી હવે એનજીઓ સાથે મળીને કોર્પોરેશન બીજો ડોઝ લેનારાઓને 1 લીટર તેલ વિનામૂલ્યે આપશે. આ સ્કીમ બાદ આજે પાલિકાના 78 હેલ્થ સેન્ટર અને વેક્સિન સેન્ટર પર બીજો ડોઝ લેવા માટે લોકોએ લાઇન લગાવી હતી.

પાલિકાના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરનું કહેવું હતું કે બીજા ડોઝ માટે હજી પણ 6 લાખ જેટલા લોકો બાકી છે. ત્યારે તેમને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક એનજીઓ આગળ આવી છે. અને તેઓએ 1 લીટર તેલ ફ્રી માં આપવાનું નક્કી કર્યું છે. આ ઓફર ફક્ત સેકન્ડ ડોઝ લેનારાઓ માટે જ છે. હાલ આ એનજીઓ દ્વારા અમને 2 લાખ લીટર તેલ આપવામાં આવ્યું છે.

જેની સામે વેક્સિન લેનારાઓની સંખ્યા 6 લાખ જેટલી છે. જેના માટે જ અમે વહેલા તે પહેલાના ધોરણે આ સ્કીમનો અમલ કરીશું. કોર્પોરેશનનો આમાં એકપણ રૂપિયાનો ખર્ચ નથી. સ્થાનિક એનજીઓ આગળ આવી છે. જેની મદદથી અમે આજથી લોકોને વેક્સિન સાથે તેલ વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું છે.

વેક્સિન લેવા આવનારા લાભાર્થીનું કહેવું હતું કે આ બહુ સારી સ્કીમ છે. મને તેની ખબર નહોતી. પણ અહીં આવીને વેક્સિન લીધી ત્યારે ખબર પડી. આનાથી અન્ય લોકો પણ વેક્સિન લેવા પ્રેરાશે.

આ પણ વાંચો: સુરતમાં નહીં રહે પાણીની સમસ્યા: પાણી કમિટી દ્વારા દરેક ઝોનમાં નિયમિત મિટિંગો કરી લવાશે નિરાકરણ

આ પણ વાંચો: Surat: SRP ની ટુકડી ફાળવી, 10.74 લાખનો દંડ, 116 સામે ફરિયાદ, છતાં રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">