જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત, સરકાર પરિપત્ર ન કરે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય

|

Sep 03, 2022 | 8:25 PM

Gandhinagar: જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓએ ફરી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય કર્મચારી મહામંડળે જણાવ્યુ છે કે સમય મર્યાદા રદ્દ કરી સરકાર પરિપત્ર જાહેર કરશે ત્યારબાદ જ તેઓ હડતાળ પરત ખેંચશે.

જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત, સરકાર પરિપત્ર ન કરે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય
આરોગ્યકર્મીઓની હડતાળ યથાવત

Follow us on

જિલ્લા પંચાયત (Jilla Panchayat) હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર હડતાળ (Strike) પર ઉતરશે. જિલ્લા હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ (Health Workers) તેમની હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છે કે 30મી ઓગષ્ટે સરકાર સાથે બેઠક બાદ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. પરંતુ કર્મચારીઓમાં અસંતોષ યથાવત છે. કર્મચારીઓને સમજાવ્યા છતા તેઓ માન્યા નહીં અને હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

સરકાર પરિપત્ર જાહેર કરે ત્યારબાદ જ હડતાળ પરત ખેંચવાનો નિર્ણય

આરોગ્ય કર્મચારી મહામંડળ સંઘના પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે કે સમયમર્યાદા રદ્દ કરી સરકાર પરિપત્ર જાહેર કરશે, ત્યારબાદ જ હડતાળ પરત ખેંચીશુ. સરકાર 10 દિવસમાં ઠરાવ કરે તો કર્મચારીઓ હડતાળ પરત ખેંચવા અંગે વિચારશે.

સરકાર સમય મર્યાદા રદ્દ કરી પરિપત્ર જાહેર કરે તેવી માગ

ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યુ કે 30 ઓગસ્ટે થયેલી વાટાઘાટો દરમિયાન અમે નિવેદન આપ્યુ હતુ કે આરોગ્ય કર્મચારી મહાસંઘની હડતાળ પરત ખેંચાશે , એ નિવેદનને હું પરત લઉ છુ. આ દરમિયાન તેમણે દિલગીરી વ્યક્ત કરતા જણાવ્યુ કે હાલ અમારી હડતાળ યથાવત જ છે અને સરકારના પરિપત્ર બાદ જ હડતાળ પરત ખેંચાશે. તેમણે માગ કરી કે સરકાર સમય મર્યાદા રદ્દ કરી જલ્દીથી પરિપત્ર કરી અમારા પ્રશ્નનો ઉકેલ લાવે તો અમે હડતાળ પૂર્ણ કરીશુ તેવી માગ કરી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એક મહિનામાં માગણીઓનો ઉકેલ લાવવા જીતુ વાઘાણીએ આપી હતી હૈયાધારણા

આપને જણાવી દઈએ કે 5 મંત્રીઓની રચાયેલી કમિટીમાં સહમતી સધાતા આરોગ્યકર્મીઓએ હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠન દ્વારા ચાલી રહેલા આંદોલનોને શાંત પાડવા પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં પાંચ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, અને નિમીષાબેન સુથારનો સમાવેશ કરાયો છે. આ પાંચ મંત્રીઓની કમિટીએ આરોગ્યકર્મીઓની વિવિધ માગણી સંદર્ભે વિગતે ચર્ચા કરી હતીઅને આગામી એક મહિનામાં હકારાત્મક નિર્ણય કરવાની હૈયાધારણા આપી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ 30 ઓગસ્ટે થયેલી વાટાઘાટો દરમિયાન જણાવ્યુ  હતુ કે પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે, જેમાં તેમને ટેકનિકલ ગણવા, ફેરણી ભથ્થું તથા કોરોના કાળ દરમિયાન રજામાં બજાવેલ ફરજોનો પગાર આપવા માટેની જે મહત્વની માગણીઓ હતી તે તમામ માગણીઓ સ્વીકારી તે સંદર્ભે રાજ્ય સરકાર આગામી એક માસમાં હકારાત્મક રીતે નિર્ણય લેશે. એટલે સૌ કર્મીઓને હડતાલ પાછી ખેચીને જનસેવામાં જોડાવવા અપીલ કરતા એસોસીએશને હડતાળ સમેટવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ આજે ફરી પંચાયતના આરોગ્ય કર્મીઓએ હડતાળ યથાવત રાખવાની જાહેરાત કરી છે.

Next Article