Gandhinagar: વિદ્યાસહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવી, સચિવાલય બહાર વિદ્યાસહાયકોનું વિરોધ પ્રદર્શન
રાજ્ય સરકારે 60%થી વધુ જગ્યા માટે હાલ પુરતા પ્રવાસી શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. ધોરણ 1થી 5ના વર્ગો માટે રાજ્યભરમાં કુલ 2043 પ્રવાસી શિક્ષકોની માંગણી થઈ હતી જેની સામે 1173 જગ્યા સરકારે મંજૂર કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં સરકાર સામે વિરોધ (Protest) પ્રદર્શનો પણ વધી રહ્યા છે. ખેડૂતોની વીજળીની માગ, પાણીની માગ અને આદિવાસીઓના વિરોધ બાદ વિદ્યાસહાયકો પણ વિરોધમાં ઉતર્યા છે. વિદ્યાસહાયકોએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે. ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલય ગેટ નંબર 1 ખાતે મોટી સંખ્યામાં વિદ્યાસહાયકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સચિવાલય ખાતે ગેટ નંબર એક પર રસ્તો બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. છેલ્લા 15 દિવસથી અમે વિરોધ કરી રહ્યા છીએ પરંતુ કોઇ અમારી વાત સાંભળતુ નથી. આટલુ બોલતા બોલતા એક વિદ્યાસહાયક TV9 ગુજરાતી સમક્ષ રડી પડ્યા હતા.
રડતા રડતા જણાવ્યુ કે અમે કંટાળી ગયા છીએ કોઇક અમને ન્યાય અપાવો. તો આ સાથે જ વિરોધ કરનાર મહિલા અને પુરુષોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં હતી. રાજ્ય સરકાર દ્વારા 19 હજારની ભરતી સામે 3300 શિક્ષકોની ભરતીના આદેશ આપતા વિદ્યાસહાયકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 3300 વિદ્યાસહાયકની ભરતીમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી પ્રક્રિયાની જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
બીજી તરફ કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 10 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવ્યો છે. વિદ્યાસહાયકો પ્રવાસી શિક્ષકોની ભરતીની જાહેરાત થતા રોષે ભરાયા છે.
મહત્વનું છે કે રાજ્ય સરકારે 60%થી વધુ જગ્યા માટે હાલ પુરતા પ્રવાસી શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. ધોરણ 1થી 5ના વર્ગો માટે રાજ્યભરમાં કુલ 2043 પ્રવાસી શિક્ષકોની માંગણી થઈ હતી જેની સામે 1173 જગ્યા સરકારે મંજૂર કરી છે અને સામે પક્ષે ધોરણ 6 થી 8ના વર્ગો માટે કુલ 653 માંગણીની સામે 376 પ્રવાસી શિક્ષકોની ભરતી સરકારે મંજૂર કરી છે એટલે કે રાજ્યભરમાં કુલ 2696 જગ્યાની ભરતીની સામે સરકારે 1549 ખાલી જગ્યા માટે મંજૂરી આપી છે.
આ પણ વાંચો-
અંબાજી જતાં પહેલાં જાણો આ વાત, ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
આ પણ વાંચો-