આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 2909 કરોડની જોગવાઇ કરવામાં આવી

આદિજાતિ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધા સહેલાઇથી મળી શકે તે માટે 500 નવા મોબાઇલ ટાવર આવતા બે વર્ષમાં ઊભા કરવામાં આવશે. જે માટે જોગવાઇ રૂ. 100 કરોડની ફાણવણી કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 2909 કરોડની જોગવાઇ કરવામાં આવી
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 2909 કરોડની જોગવાઇ કરવામાં આવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 3:24 PM

ગુજરાતના આદિજાતિ બંધુઓ પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ જાળવીને વિકાસની યાત્રામાં જોડાઇ રાજ્યની પ્રગતિમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીએ આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરેલ હતી. આ કલ્યાણ કાર્યક્રમને આગળ ધપાવતાં અમારી સરકારે પાંચ વર્ષ માટે 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરેલ છે.

આજના ઇલેક્‍ટ્રોનિક યુગમાં 108 એમ્બ્યુલન્‍સ સેવા, સરકારી યોજનાકીય લાભો, ઓનલાઇન બેન્‍કીંગ સેવા, નોકરી-કોન્ટ્રાકટ માટે ઓનલાઇન અરજી, ઓનલાઇન શિક્ષણ, ઇ-કોમર્સ જેવી તમામ સેવાઓ માટે મોબાઇલ નેટવર્ક મુખ્ય માળખાકીય સુવિધા તરીકે ઉપસી આવેલ છે. આદિજાતિ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની સુવિધા સહેલાઇથી મળી શકે તે માટે 500 નવા મોબાઇલ ટાવર આવતા બે વર્ષમાં ઊભા કરવામાં આવશે. જે માટે જોગવાઇ રૂ. 100 કરોડની ફાણવણી કરવામાં આવી છે.

નિવાસી શાળાઓનાં માધ્યમથી ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી આદિજાતિ વિસ્તારોમાં સામાજિક ભાગીદારીથી ૨૫ બિરસા મુંડા જ્ઞાનશકિત રેસીડેન્‍સીયલ સ્કૂલ્સ ઓફ એકસેલેન્‍સ શરૂ કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જનજાતિના 50 હજાર વિદ્યાર્થીઓને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવામાં આવશે. જે માટે જોગવાઈ રૂ. 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

આદિવાસી વિસ્તાર માટે અન્ય જોગવાઈઓ

• આદર્શ નિવાસી શાળાઓ, ઈ.એમ.આર.એસ. અને જી.એલ.આર.એસ. મળી કુલ 177 જેટલી શાળાઓના અંદાજિત રૂ. 46 હજાર જેટલા વિદ્યાર્થીઓને નિવાસી શાળા શિક્ષણ આપવા માટે જોગવાઈ રૂ. 209 કરોડ.

• અનુસૂચિત જનજાતિના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે રૂ. 1 લાખ રૂ. 43 હજાર વિધાર્થીઓને નિભાવ ભથ્થા પેટે હાલ માસિક રકમ રૂ. 1500 આપવામાં આવે છે. જેમાં રૂ. 660નો વધારો કરી માસિક રકમ રૂ. 2160 આપવામાં આવશે. જે માટે જોગવાઈ રૂ. 503 કરોડ.

• અનુસૂચિત જનજાતિના આશરે બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે જોગવાઈ રૂ. 400 કરોડ.

• દૂધ સંજીવની યોજના અંતર્ગત 53 આદિજાતિ તાલુકાનાં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર આપવા માટે જોગવાઈ રૂ. 147 કરોડ.

• આદિજાતિ ખેડૂતોને વ્યક્તિગત/સામુહિક સિંચાઈ કૂવા સાથે 3 એચ.પી. સોલાર પંપની સહાય આપવા માટે જોગવાઈ રૂ. 75 કરોડ.

• હળપતિઓ અને આદિમજૂથોને પાયાની 6 સુવિધાઓ માટે અને સી.સી.ડી. પ્રોજેકટ હેઠળ જોગવાઈ રૂ. 67 કરોડ.

• હળપતિ બોર્ડ દ્વારા 3500 જેટલા હળપતિ આવાસોનાં નિર્માણ માટે જોગવાઇ `૪૨ કરોડ.

• પ્રાથમિક શાળાઓમાં ભણતા અનુસૂચિત જનજાતિના અંદાજે રૂ. 13 લાખ વિદ્યાર્થીઓને હાલ રૂ. 600 ગણવેશ સહાય આપવામાં આવે છે જેમાં રૂ. 300નો વધારો કરી રૂ. 900 ગણવેશ સહાય આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ રૂ. 81 કરોડ.

• આદિજાતિ વિસ્તારમાં ખેતીમાં પાવર ટીલર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાયની નવી યોજના હેઠળ જોગવાઈ રૂ. 38 કરોડ.

• ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં દરેક સ્તરે રૂ. 250 નો વધારો કરવામાં આવશે. આ યોજના માટે જોગવાઇ રૂ. 139 કરોડ.

• આદિજાતિ ક્ષેત્રોમાં રોજગારીની તકોનું સર્જન કરવા તેમજ ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવા 8 નવા MSME જી.આઇ.ડી.સી. એસ્ટેટની રચના કરવામાં આવશે. આ માટે જોગવાઇ રૂ. 40 કરોડ.

• આદિજાતિ વિસ્તારમાં સહકારી ક્ષેત્રે આવેલ ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા તેમજ શેરમૂડી માટે લોન સહાય પેટે જોગવાઇ રૂ. 40 કરોડ.

• આદિજાતિ લાભાર્થીઓ માટે સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ જોગવાઇ રૂ. 47 કરોડ.

• આદિજાતિ લાભાર્થીઓ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ જોગવાઇ રૂ. 30 કરોડ.

• અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને નિવાસી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઇ રૂ. 23 કરોડ.

• ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગારી માટે જોગવાઇ રૂ. 20 કરોડ.

• ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવા વિદ્યાસાધના યોજના હેઠળ જોગવાઈ રૂ. 17 કરોડ.

• બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીના સંચાલન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંશોધન કાર્યો માટે જોગવાઈ રૂ. 17 કરોડ.

• માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારીની કીટ આપવા જોગવાઈ રૂ. 15 કરોડ.

• ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણ હેતુસર સહાય આપવા જોગવાઈ રૂ. 13 કરોડ.

• ટી.બી., કેન્સર, રકતપિત્ત અને સીકલસેલ એનીમીયા જેવા રોગોની સારવારની મફત તબીબી સહાય યોજના હેઠળ જોગવાઈ રૂ. 11કરોડ.

• અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે ઉત્પાદન-સહ વેચાણનાં હેતુસર હાટ બજાર વ્યવસ્થાના સહયોગ માટે જોગવાઈ રૂ. 3 કરોડ.

• આદિજાતિ જિલ્લાઓમાં દૂધ મંડળીનાં બાંધકામ સહાય માટે જોગવાઈ રૂ. 3 કરોડ.

• પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે હાલ સહાય રૂ. 25 હજાર આપવામાં આવે છે. જેમાં રૂ. 75 હજારનો ધરખમ વધારો કરીને સહાય રૂ. 1લાખ આપવામાં આવશે.

આ પણ વાંચો : ડ્રગ્સ મામલે વિધાનસભા ગૃહમાં હોબાળો, વિપક્ષના નેતાઓ વેલમાં ધસી આવ્યા, ગૃહ મુલતવી રાખવું પડ્યું

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા, વિધાનસભામાં સરકારનો જવાબ

g clip-path="url(#clip0_868_265)">