કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, ‘મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે’

Gujarat Congress: કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઇને રાજકીય પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે આ મામલે રાજ્યમાંથી કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓનું નિવેદન સામે આવ્યું છે.

કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, 'મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે'
Gujarat Congress leaders (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 2:10 PM

Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે દેશને સંબોધન કરતા કૃષિ કાયદાઓ (Farmers Law) પરત ખેંચવાની જાહેરાત કરી છે. ત્યારે આ કાયદા પરત ખેંચવાના નિર્ણયને લઇને રાજકીય પ્રતિક્રિયાઓનો દૌર શરૂ થયો છે. ત્યારે આ મામલે રાજ્યમાંથી કોંગ્રેસના (Gujarat Congress) નેતાઓનું નિવેદન સામે આવ્યું છે. લલિત વસોયા, પરેશ ધાનાણી, અમરીશ ડેર તેમજ અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે દેશને સંબોધન કર્યું જેમાં દેવદિવાળી (Dev Diwali) અને ગુરુનાનકજયંતીની શુભેચ્છા પાઠવી. તેમજ ત્રણેય કૃષિ કાયદાને (Farmers law) પરત લેવાની જાહેરાત કરી છે. 

શું કહ્યું લલિત કગથરાએ?

લલિત કગથરાએ (Lalit Vasoya) કહ્યું કે ‘નરેન્દ્ર મોદી સાહેબે મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે. એમ આ લોકો વાતચીતથી નહીં સમજે આમને હિમાચલ પ્રદેશની જેમ અને ખેડૂતોની જેમ આંદોલનથી જ આ લોકો વાત સમજી શકે’

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

શું કહ્યું અમરીશ ડેરે?

તો આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે (Amrish Der) પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ‘સૌ પ્રથમ હું PM ને અભિનંદન પાઠવું છું. કે વરસ-સવા વર્ષથી ખેડૂતો જે હેરાન થઇ રહ્યા હતા. ભાજપ સિવાયની પાર્ટીઓ સતત PM ને સમજાવતી હતી. એ કદાચ એમના ધ્યાને હવે આવ્યું છે. અને જે કાળા કાયદા પરત ખેંચ્યા છે, તે આવકાર્ય છે. સાથે એટલું પણ કહું છું દેર આયે દુરસ્ત આયે.’

શું કહ્યું પરેશ ધાનાણીએ?

પરેશ ધાનાણીએ (Paresh Dhanani) પણ સરકારની પાછી પાની પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ‘ભાજપ સરકારના ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાઓનું આજે બાળ મરણ થયું છે, એનો અત્યંત આનંદ છે. ભાજપના શાસકોએ એના મુઠ્ઠી ભાર મિત્રોને માલામાલ કરવા, નવી ઇસ્ટ ઇન્ડીયા કંપનીઓ મારફતે કૃષિ ઉત્પાદનોને પાણીના ભાવે પડાવી લેવા, ખેડૂતને ખેત મજદૂર બનાવવાના ષડયંત્ર સ્વરૂપ આ કાયદાનું બાળ મરણ થયું હોય એવો અહેસાસ દેશના ખેડૂતોને થયો છે.

શું કહ્યું અમિત ચાવડાએ?

પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ (Amit Chavda) પણ આ જાહેરાત પર પોતાનું નિવેદન આપ્યું છે. ‘ખેડૂતોનો સંઘર્ષ અને દેશાસીઓના સંઘર્ષની જીત છે. આજે એક તાનાશાહ શાસકે પોતાના અહમને બાજુ પર મુકીને દોઢ વર્ષ પહેલા કોંગ્રેસ અને ખેડૂતોની વાત માની હોય તો કદાચ ૭૦૦ થી વધુ ખેડૂતોને શહાદત ના વહોરવી પડી હોત.’

આ પણ વાંચો: Gandhinagar: કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત પર રાજ્યના આરોગ્ય મંત્રીનું નિવેદન, ‘કાયદા ખેડૂતોના હિતમાં હતા’

આ પણ વાંચો: Agricultural Bills : આજે ખેડૂતો અને આંદોલનનો વિજય થયો છે : હાર્દિક પટેલ

g clip-path="url(#clip0_868_265)">