ગુજરાતમાં ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતી અટકાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે CMને પત્ર લખી કરી રજૂઆત

તાજેતરમાં ફિલ્મનું સોન્ગ ‘બેશરમ રંગ..’ રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે આ ગીતને લઇને જ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. જેના કારણે દેશના અનેક હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. હિંદુ સંગઠનોએ બોલીવુડ તેમજ શાહરૂખ પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવી ‘પઠાણ’ પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે.

ગુજરાતમાં ફિલ્મ ‘પઠાણ' રિલીઝ થતી અટકાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે CMને પત્ર લખી કરી રજૂઆત
ફિલ્મ પઠાણનો ગુજરાતમાં વિરોધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2022 | 11:29 AM

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ લઇને વિરોધ દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે પઠાણનો વિરોધ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતી અટકાવવા રજૂઆત કરી છે. સાથે જ ‘બેશર્મ રંગ’ ગીતમાં અશ્લીલતાનું વરવું પ્રદર્શન થતું હોવાની રજૂઆત પણ કરી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગીતથી બાળકો ઉપર વ્યાપક અસર પડી શકે છે. ભારતીય સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી બનેલી નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે.

‘પઠાણ’ ફિલ્મનો વિરોધ ગુજરાત સુધી પહોંચ્યો

ગઇકાલે લોક સાહિત્યકાર રાજભા ગઢવી પઠાણ ફિલ્મના વિરોધમાં નિવેદન આપ્યુ હતુ. રાજભા ગઢવીએ જણાવ્યું કે બોલીવુડે નક્કી કર્યું છે કે, હિન્દુત્વ અને સનાતમ ધર્મનું કંઇક ને કંઇક અપમાન કરતા રહેવું. છેલ્લા 75 વર્ષથી બોલીવુડે આ જ કર્યું છે. આથી ગુજરાતમાં આ ફિલ્મ ચાલવા દેવી ન જોઇએ.

તાજેતરમાં ફિલ્મનું સોન્ગ ‘બેશરમ રંગ..’ રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે આ ગીતને લઇને જ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. ગીતમાં શાહરૂખ અને દીપિકા વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પરંતુ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. જેના કારણે દેશના અનેક હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. હિંદુ સંગઠનોએ બોલીવુડ તેમજ શાહરૂખ પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવી ‘પઠાણ’ પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે બોલિવુડ સતત એ શોધવાનો પ્રયાસ કરે છે કે સનાતન ધર્મની મજાક કેવી રીતે ઉડાવી શકાય. હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરીને સાધુ-સંતો અને દેશના ભગવા રંગને ઠેસ પહોંચાડી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ફિલ્મમાંથી વાંધાજનક સીન હટાવવાની માગ

દેશભરમાંથી ભાજપ, હિન્દુ સેના અને વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો હટાવવાની માગ કરી છે. આ સંદર્ભે હિન્દુ સેનાએ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર પણ લખ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવા જોઈએ અને ગીતના શબ્દોમાં પણ ફેરફાર કરવા જોઈએ. આવી ફિલ્મો સેન્સર બોર્ડે પાસ કરતા પહેલા જોવી જોઈએ.

g clip-path="url(#clip0_868_265)">