ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, આજે નવા 113 કોરોના કેસ, એક પણ મૃત્યુ નહીં

|

Sep 05, 2022 | 9:08 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 5 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 113 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1343 થયા છે.

ગુજરાતમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો, આજે નવા 113 કોરોના કેસ, એક પણ મૃત્યુ નહીં
Corona Update
Image Credit source: TV9 gfx

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 5 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 113 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1343 થયા છે. જેમાં કોરોના રિકવરી રેટ 99. 03 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 192 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 27 કેસ, સુરતમાં 26 કેસ, વડોદરામાં 19 કેસ, સુરત જિલ્લામાં 10 કેસ, અમરેલી-ગાંધીનગર-કચ્છ-વલસાડમાં 3 કેસ, વડોદરા-નવસારી-મોરબીમાં 2 કેસ, મહેસાણા-જામનગર અને ગાંધીનગર જીલ્લામાં 2 કેસ, સુરેન્દ્રનગર-રાજકોટ-પાટણમાં 1 કેસ, રાજકોટ અને અમદાવાદ જિલ્લામાં 1 કેસ, ભરુચ-પંચમહાલમાં 1 કેસ અને બાકીના તમામ વિસ્તારોમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આજે કોરોનાના કારણે ગુજરાતમાં એક પણ દર્દીનું મોત થયું નથી.

રસીકરણ અને નિયમોના પાલનને કારણે કોરોનાને હરાવવામાં ભારતીયો સફળ થઈ રહ્યા છે. તેવામાં હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલી રહ્યો છે અને થોડા દિવસોમાં નવરાત્રિનો તહેવાર શરુ થશે. તહેવારોના સમયમાં વધારે સાવધાન રહેવાની જરુર છે. તહેવારોને કારણે થતા કાર્યક્રમોમાં ભીડને કારણે કોરોના સંક્રમણ વધી પણ શકે છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ચોમાસામાં વધારે સાવધાન રહેજો

ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.

Published On - 8:59 pm, Mon, 5 September 22

Next Article