રાજ્યમાં ત્રણ દિવસ રહેશે મેઘાવી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

|

Aug 08, 2022 | 4:10 PM

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ (Rain) પડવાની આગાહી છે. માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ (Ahmedabad) શહેરમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં ત્રણ દિવસ રહેશે મેઘાવી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Heavy rain forecast for gujarat

Follow us on

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં (Gujarat) ભારેથી અતિભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે

મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર પધરામણી કરી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના શહેરોમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલ એટલે કે 9મી ઓગસ્ટથી 11મી ઓગસ્ટ સુધી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળશે. સાથે જ 10મી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના શહેરોને મેઘરાજા ધમરોળી શકે છે. જ્યારે ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે. જ્યારે પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ થઈ શકે. આ સિવાય આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડાલી અને આસપાસના વિસ્તારોમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. વડાલીના કડિયાદરા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. તો અરવલ્લીના ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભિલોડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલછા, માંકરોડા, ખલવાડ સહિતના ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ભિલોડા સ્ટેટ બેન્ક વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે લીલછા ગામના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે.

Next Article