Rain update: દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર, વલસાડમાં સવારે 2 કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર રાજ્યમાં વહેલી સવારે કેટલીક જગ્યાએ વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે.

Rain update: દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર, વલસાડમાં સવારે 2 કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 9:57 AM

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના (Sabarkantha) વડાલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અરવલ્લી (Aravalli) જિલ્લાના ભિલોડા પંથકમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જે મુજબ વલસાડમાં સવારે 2 કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.

વલસાડ અને સાબરકાંઠામાં નોંધપાત્ર વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વહેલી સવારે કેટલીક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં વહેલી સવારે 2 કલાકમાં જ 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. તો સાબરકાંઠાના વડાલી, મહેસાણાના ખેરાલુમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. અરવલ્લીના ભીલોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં સવારે 2 કલાકમાં 11 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી અને આસપાસના વિસ્તારોમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. વડાલીના કડિયાદરા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. તો અરવલ્લીના ભિલોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભિલોડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલછા, માંકરોડા, ખલવાડ સહિતના ગામોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ભિલોડા સ્ટેટ બેન્ક વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે લીલછા ગામના રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદ થઈ શકે. જ્યારે પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ થઈ શકે. આ સિવાય આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. જેમાં નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">